SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ વૃદ્ધિ પામતું રહે છે, દેહકાન્તિ ઉજ્જવળ રહે છે, શરીરનું બળ વધતું રહે છે. પરંતુ ચાલીસ-પિસ્તાલીસની ઉંમર પછી શરીરમાં રોગો ચાલુ થઈ જાય છે. પાચનશક્તિ મંદ પડવા લાગે છે. ઇન્દ્રિયોની શક્તિ ઘસાવા લાગે છે. તેજસ્વિતા ઓછી થવા લાગે છે. સફેદ વાળ ચાલુ થાય છે. આંખો ઝીણી થઈ ઊંડી ઊતરે છે. શરીરે કરચલીઓ પડવા લાગે છે. મોઢે હવે ડાચું બની જાય છે. અવાજ કકર્શ થાય છે. દાંત પડવા લાગે છે. લાકડીનો ટેકો લેવો પડે છે. ૩૦ જ્યાં સુધી દેહ સુદૃઢ, સશક્ત હોય છે ત્યાં સુધી સ્વજનોને આપણે પ્રિય લાગીએ છીએ. જોવાની, સાંભળવાની શક્તિ ક્ષીણ થાય એટલે પોતાને તો કેટલીક વાતમાં કંટાળો આવે, પણ સ્વજનોને પણ આપણી સ્થિતિથી કંટાળો આવે. વૃદ્ધાવસ્થામાં ચિત્તની શક્તિ મંદ પડી જાય. વાત તરત સમજાય નહિ. બોલતાં વાર લાગે. યાદ રહે નહિ. આથી સ્વજનો, મિત્રો વગેરે સાથેના વ્યવહારમાંથી મીઠાશ ઓછી થતી જાય છે. એકની એક વાત વારંવાર કહેવા-પૂછવાથી સ્વજનો પણ ચિડાયા • કરે છે. વૃદ્ધોના કામ માટે સ્વજનોને રોકાઈ રહેવું પડે, સમયનો ભોગ આપવો પડે ત્યારે આરંભમાં ભલે તેઓનું વર્તન સારું હોય, તો પણ ક્રમે ક્રમે સ્વજનો નારાજ થવા લાગે છે. ઓછું કામ કરે છે. વચ્ચે વચ્ચે બહાનું બતાવી છટકી જાય છે. એમાં પણ વૃદ્ધ માણસ જ્યારે પથારીવશ થઈ જાય છે, કફ નીકળે છે, ઝાડોપેશાબ અચાનક થઈ જાય છે ત્યારે તો સ્વજનો જ ઈચ્છે છે કે ડોસો કે ડોસી ઝટ જાય તો સારું. ‘ડોસો મરતો નથી અને માચી છોડતો નથી.' જેવા તુચ્છકાર વાચક વેણ પુત્રવધૂઓ માંહોમાંહે ઉચ્ચારવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં ભલભલા માણસો શરીરથી લાચાર બની જાય છે. ‘કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ્ય, વોહી બાણ' એમ એટલા માટે પણ કહેવાય છે. મોટા મોટા સરસેનાપતિઓ યુદ્ધમાં અપ્રતિમ તાકાતથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy