SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ aओ अच्चेइ जोव्वणं च । ૨૯ ઉત્તરાધ્યયનના ૧૮મા અધ્યયનમાં કહ્યું છે કે નીવિયું રેવ વં 7, વિષ્ણુસંપાય સંવત । અર્થાત્ જીવન અને રૂપ વીજળીના ચમકારા જેવું ચંચલ છે. એટલે જ્યાં સુધી શક્તિ છે, તરવરાટ અને તમન્ના છે ત્યાં સુધી ધર્મકાર્ય કરી લેવું જોઇએ. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે : વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું કહીએ ત્યાં ક્ષાનો પ્રસંગ. આયુષ્ય તો વીજળીના ચમકારાની જેમ, પતંગના રંગની જેમ, મેઘધનુષ્યની જેમ, પવનના ઝપાટાની જેમ, અંજલિમાંના પાણીની જેમ, દરિયાનાં ભરતી-ઓટની જેમ, પાણીમાં પતાસાની જેમ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. માત્ર દેહ જ નહિ, સંપત્તિ, સંબંધો, સત્તા ઇત્યાદિ પણ અનિત્ય જ છે. આયુષ્ય પલપલ વીતી રહ્યું છે, પરંતુ એની વીતવાની પ્રક્રિયા એવી મંદ છે કે સામાન્ય માાસને ભાગ્યે જ લાગે કે પોતાનું આયુષ્ય ઘસાઈ રહ્યું છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં કે રોગ-માંદગીમાં છેલ્લા દિવસો ગણાતા હોય કે છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય ત્યારે આયુષ્ય પૂરું થઈ રહ્યું છે એવો સ્પષ્ટ અણસાર આવે છે. આનંદઘનજીએ પોતાના એક પદમાં ગાયું છે કે : અંજલિ જલ જયું આયુ ઘટત હૈ. હથેળીમાં પાણી લીધું હોય અને તે સાચવવાનો પ્રયત્ન કરીએ, બે આંગળીઓ વચ્ચેની જગ્યાને પણ બરાબર દબાવી રાખીએ તો પણ એમાંથી ધીરે ધીરે પાણી એવી રીતે સરકતું જાય છે કે તે નજરમાં પણ આવતું નથી. પરંતુ હથેળીમાં જ્યારે પાણી ખલાસ થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે બધું પાણી ધીરે ધીરે ચાલી ગયું. સામાન્ય રીતે જન્મથી શરૂ કરીને પાંત્રીસ-ચાલીસ વર્ષ સુધી શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy