________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
વિભાગ ક૨વામાં આવે છે. ઠાણાંગ સૂત્રમાં એ દસે દસકાનાં સાર્થક નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે: (૧) બાલા, (૨) ક્રીડા, (૩) મંદા, (૪) બલા, (૫) પ્રજ્ઞા, (૬) હાયની, (૭) પ્રપંચા, (૮) પ્રચારા, (૯) મુમુખી અને (૧૦) શાયની.
એક રાજસ્થાની લોકોકિત પ્રમાણે માણસના આ દસ દસકા કેવા હોય છે તે બતાવતાં કહેવાયું છે :
દસાં દાવડો, વીસાં બાવરો, તીસાં તીખો,
૨૮
ચાલીસાં ફીકો, પચ્ચાસમાં પાકો, સાઠાં થાકો,
સત્તર (૭૦) સડિયો, અસ્સી ગલિયો, નળ્યે નાગો, સોવાં ભાગો. દસ વર્ષ સુધીનો છોકરો દાવડો, ચાવડો, કાલુ બોલનારો, અક્કલ વગરનો ગણાય છે. વીસ વર્ષ થવા આવતાં, યુવાની પ્રવેશતાં તે બહાવરો બની જાય છે. એને કંઈ સૂઝ પડતી નથી. તીસની ઉંમરે શક્તિ ઉભરાતાં તીખા સ્વભાવવાળો, વાતવાતમાં ચીડાઈ જતો, રૂઆબ કરતો થઈ જાય છે : ચાલીસની ઉંમરે એના શરીરને થોડો ઘસારો શરૂ થઈ જાય છે. તે થોડો ફીકો લાગવા માંડે છે. પચાસની ઉંમરે સંસારના સારામાઠા અનુભવોથી ઘડાયેલો પાકો બની જાય છે. સાઠની ઉંમરે શક્તિઓ ક્ષીણ થવા લાગતાં, હવે ચડતું લોહી રહ્યું ન હોવાથી થાકવા લાગે છે. સિત્તેરે માણસના શરીરમાં રોગો ઘર ઘાલે છે અને શરીરનાં કોઈ કોઈ અંગ કે ચામડી સડવા લાગે છે. એંસીની ઉમરે શરીર ગળવા લાગે છે, વજન ઘટવા લાગે છે. નેવુંની ઉંમરે શરીરની સ્વસ્થતા જાય છે. વિસ્મૃતિ આવે છે. વસ્ત્રો વગેરેનું ભાન પણ ઓછું થાય છે અને લજ્જા પણ ઓછી થાય છે. સો વર્ષ થતાં મારાસ હવે જીવન પૂરું કરી ભાગે છે.
એક અપેક્ષાએ એમ કહેવાય છે કે જે સમયે જન્મ થયો તે સમયથી જ મૃત્યુની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે. ‘જે જાયું તે જાય’ એ ન્યાયે લખાયેલી આવરદા પૂરી થવાની જ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org