________________
સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ
કમલ'ના ઉપનામથી સુપ્રસિદ્ધ આગમરત્નાકર, અનુયોગ પ્રવર્તક, સ્થાનકવાસી સંપ્રદાયના સ્થવિર, શ્રુતસેવી, જ્ઞાનયોગી, સરળ સ્વભાવના વિનમ્ર મહાત્મા પ. પૂ. ઉપાધ્યાય શ્રી કન્ડેયાલાલજી મહારાજ, સોમવાર, પોષ વદ ૮ (ગુજરાતી માગસર વદ ૮) તા. ૧૮મી ડિસેમ્બર ૨૦૦૦ના રોજ આબુ પર્વત પર, વર્ધમાન મહાવીર કેન્દ્રમાં ૮૮ વર્ષની વયે કાળધર્મ પામ્યા. એમના કાળધર્મથી આપણને એક તેજસ્વી જ્ઞાની મહાત્માની ભારે ખોટ પડી છે.
પૂ. કહેયાલાલજી મહારાજને પહેલી વાર મળવાનું મારે ૧૯૮રમાં દેવલાલીમાં થયું હતું. ત્યારે તેમનું ચાતુર્માસ ત્યાં હતું. દેવલાલીમાં થોડા દિવસના રોકાણ દરમિયાન એમનાં વ્યાખ્યાનોમાં હું નિયમિત જતો. એમનાં વ્યાખ્યાનોમાં મને વધુ રસ એટલા માટે પડેલો કે તેઓ ધર્મોપદેશની વાતોમાં વચ્ચે વચ્ચે કેટલાક પારિભાષિક શબ્દોની વ્યુત્પત્તિ સમજાવીને તે દૃષ્ટિએ પણ અર્થપ્રકાશ પાડતા હતા. કેટલીક વ્યુત્પત્તિ એમની મૌલિક હતી. કેટલીક લોકિક પ્રકારની વ્યુત્પત્તિ હતી, ભાષાવિજ્ઞાનની દષ્ટિએ જે Popular Etymology તરીકે ઓળખાય છે. વ્યાખ્યાન પછી એમની પાસે બેસવાનું થતું અને મને આગમ સાહિત્યમાં રસ છે એ જાણીને તેમને બહુ આનંદ થયો હતો. પછી તો એમની સાથે તથા એમના મુખ્ય શિષ્ય શ્રી વિનયમુનિજી સાથે એક પ્રકારની આત્મીયતા સધાઈ ગઈ. પૂ. કયાલાલજી મહારાજે એમનું એક પુસ્તક “જૈનાગમનિર્દેશિકા' મને ભેટ આપ્યું કે જેમાં ૪૫ આગમોમાંના પ્રત્યેક આગમમાં કયા કયા વિષયોની છણાવટ કરવામાં આવી છે તેનો ક્રમિક નિર્દેશ કરવામાં આવ્યો છે. એક સંદર્ભ ગ્રંથ તરીકે તે ઘણો મૂલ્યવાન છે અને અભ્યાસીઓ-સંશોધકોને કોઈ એક વિષય વિશે આગામોમાં ક્યાં ક્યાં ઉલ્લેખ છે તે જાણવું હોય તો તરત કામ લાગે એવો સરસ તે ગ્રંથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org