________________
૭ર
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
જઈને બીજો સંસાર ઊભો ન કરવો જોઈએ. કેટલાંક માણસોની પ્રકૃત્તિ જ એવી હોય છે કે આશ્રમમાં પણ એમની ખણખોદની પ્રવૃત્તિ ચાલવા લાગે છે. બે ખોટા માણસ સમગ્ર આશ્રમના વાતાવરણને બગાડી શકે છે. કેટલાક આશ્રમો સત્તા માટેની પક્ષાપક્ષીના કે સાંપ્રદાયિક સંઘર્ષના રાજકારણથી ખદબદે છે ત્યારે સાધકજીવન ડહોળાય છે અને વગોવાયેલા આશ્રમનું માત્ર માળખું રહે છે.
બધા જ આશ્રમો આદર્શ પદ્ધતિથી દીર્ઘકાળ સુધી ચાલી ન શકે. એમાં પણ પ્રસંગોપાત ત્રુટિઓ ઉદભવે છે. એ ત્રુટિઓના નિવારણના ઉપાયો વિચારી શકાય. પરંતુ આશ્રમજીવનની મહત્તાનું મૂલ્ય ઓછું ન આંકી શકાય.
જેઓએ થોડો વખત પણ સારા આશ્રમમાં રહેવાનો અનુભવ લીધો હશે તેઓને ભારતીય આશ્રમ-પરંપરાનું મૂલ્ય સમજાવવાની જરૂર નહિ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org