________________
આપણી આશ્રમ-પ્રવૃત્તિ
૭૧
અધીરાઈ, ચીડિયાપણું, આગ્રહીપણું, વહેમીપણું, એકની એક વાતનું પુનરુચ્ચારણ, ખાવા-પીવામાં ચીકાશ, માંદગી કે મૃત્યુનો ભય-આવાં બધાં લક્ષણોને કારણે વૃદ્ધો ઘરમાં અપ્રિય થઈ પડે છે. પરંતુ આશ્રમમાં પોતાનાં સમકક્ષ માણસો સાથે રહેવાને લીધે એમની કેટલીક વિચિત્રતાઓ કુદરતી રીતે શાન્ત પડી જાય છે.
કેટલાક માણસો આશ્રમમાં જ સ્થિરવાસ કરી લે છે. આશ્રમની દિવાલની બહાર તેઓ જીવનના અંત સુધી પગ મૂકતા નથી. આવા સંયમી સાધકોને સમાધિમરણ સાંપડે છે. એમનું જીવન કૃતાર્થ થઈ જાય છે. આધ્યાત્મિક આશ્રમોનો કેટલાયે જીવોના સમાધિમરણમાં સારો હિસ્સો રહેલો છે. સાધકને આવા આશ્રમમાં પોતાના જીવનની કૃતાર્થતા અનુભવવા મળે છે
આશ્રમનું આયોજન જો વ્યવસ્થિત અને દીર્ધદષ્ટિવાળું હોય તો એનું આયુષ્ય લંબાય છે. આપણી નજર સમક્ષ કેટલાયે આશ્રમો બંધ પડી ગયા કે ઝાંખા થઈ ગયેલા જોવા મળશે. એનાં કારણોમાં મૂળ પ્રેરક પ્રણેતા મહાત્માની ચિરવિદાય તો ખરી જ, પણ એના આયોજકોમાં દૃષ્ટિનો અભાવ પણ ખરો. કેટલાક આશ્રમો વધુ પડતા કડક નિયમોને કારણો ઉજ્જડ બની જાય છે. નિયમો સચવાય છે, પણ આશ્રમનો પ્રાણ ઊડી જાય છે. કેટલાક આશ્રમોને નિભાવ ખર્ચ વધી જતાં અને આવકનું પ્રમાણ ઘટતાં બંધ કરવાનો વખત આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં જીવનનિર્વાહનું ધોરણ ઉત્તરોત્તર વધતું જવાનું, કારણ કે વિકાસ માટે સરકારને પ્રતિ વર્ષ નવા નવા કરવેરા નાખવા પડવાના. એ સંજોગોમાં આશ્રમનું કાયમી ભંડોળ સમય જતાં ઓછું પડવાનું. પંદરપચીસ વર્ષે આશ્રમને નવી કાયમની આવક ઊભી થાય એવી વિચારણા કરીને તે માટે પ્રબંધ કરી લેવો જોઈએ.
જે લોકો ઘરસંસાર છોડી આશ્રમમાં જાય છે તેઓએ આશ્રમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org