________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
રોજે રોજ કલાકો સુધી એકલા રહેવાનું બને તો એને ખાલીપણાનો અનુભવ થશે. ચિત્ત વિચારોના ચકડોળે ચડશે. ક્યારેક ભયની કે લાચારીની ગ્રંથિ સતાવશે અને એમ કરતાં ચિત્તની સમતુલા ખોરવાશે. વિદેશોમાં મોટાં મોટાં સગવડપ્રધાન ઘરોમાં શ્રીમંત પણ સાવ એકલાં રહેતાં સ્ત્રી-પુરુષો ડિપ્રેશન અનુભવે છે. સૂનમૂન બની જાય છે. દવાની ગોળીઓ લેવી પડે છે અને પછી દવાની આડઅસરો થવા લાગે છે. એની સરખામણીમાં આવા આશ્રમો માણસના વાનપ્રસ્થજીવનને સાધના અને પ્રવૃત્તિઓના ઉલ્લાસ સાથે સભર અને સાર્થક બનાવી દે છે.
માાસ વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈને આશ્રમમાં આવે છે. અહીં એને હવે આજીવિકા માટે કોઈ પ્રવૃત્તિ ક૨વાની હોતી નથી. આમ છતાં રહેવા-ખાવા-પીવાના નિભાવનું ખર્ચ થાય છે. એની વ્યવસ્થા ઉભયપક્ષે વિચારાયેલી હોય છે. એટલે સાધક વ્યાવસાયિક નિવૃત્તિને કારણે અને નિભાવની વ્યવસ્થાને કારણે નિશ્ચિત બને છે, શાંતિ અનુભવે છે અને સાધના માટે પૂરો સમય ફાળવી શકે છે. જો એ સાચા દિલથી આત્મસાધના કરે તો થોડાંક વર્ષમાં જ ઘણી પ્રગતિ કરી શકે છે.
આધ્યાત્મિક આશ્રમોની સામાજિક ઉપયોગિતા પણ ઘણી બધી છે. પ્રોઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં કેટલાંયે ઘરોમાં વૃદ્ધો ઘરથી છૂટવા ઈચ્છતા હોય છે અને ઘરવાળા વૃદ્ધથી છૂટવા ઈચ્છે છે. બીજી બાજુ આર્થિક સ્થિતિ એવી નથી હોતી કે જુદું ઘર વસાવીને રહી શકાય. આવા સંજોગોમાં આશ્રમ તેમને માટે આશીર્વાદરૂપ બની રહે છે. કેટલીક વાર અલગ રહેવામાં સામાજિક પ્રતિષ્ઠાનો ભય હોય અને સાથે રહેવામાં સંઘર્ષનો ભય હોય ત્યારે આશ્રમમાં રહેવાથી બંને પક્ષને શાંતિ મળે છે. નબળી આર્થિક સ્થિતિવાળા વિધુર કે વિધવાનું જીવન આશ્રમમાં નભી જાય છે. આશ્રમ આશ્રય બની રહે છે.
વૃદ્ધાવસ્થામાં કેટલાંક માણસના સ્વભાવમાં પરિવર્તન આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org