________________
૬૯
આપણી આશ્રમ-પ્રવૃત્તિ
ક્યાં પૂરો થઈ જાય છે એની ખબર પડતી નથી. કેટલાકને તો વાર અને તિથિ-તારીખની પણ ખબર રહેતી નથી.
આશ્રમમાં એના મૂળ સૂત્રધાર જો સાધક, પ્રતિભાવંત, તેજસ્વી હોય તો આશ્રમનું સંચાલન સુસંવાદી, સુવ્યવસ્થિત, પ્રેરક અને પ્રોત્સાહક બને છે. અનેક લોકો પોતાના જીવનનો સમગ્ર કે શેષ કાળ ત્યાં વ્યતીત કરવા ઈચ્છે છે. સારા આશ્રમો તરફ અનેક લોકો આકર્ષાય છે. ગાંધીજી અને વિનોબાજીએ આશ્રમજીવન પસંદ કર્યું હતું. વીસમી સદીના સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, શ્રી રમણ મહર્ષિ, સ્વામી શિવાનંદ સરસ્વતી, શ્રી અરવિંદ, શ્રી રાધાસ્વામી, શ્રી અમર મુનિ, શ્રી સંતબાલજી, શ્રી કૃષણામૂર્તિ, શ્રી ચિન્મયાનંદ, શ્રી મહેશ યોગી, શ્રી રજનીશ વગેરેના આશ્રમો મશહૂર છે. આ તો થોડાંક જ નામ છે, ભારતમાં વર્તમાન સમયમાં જૈન-જૈનેતર ધર્મના સેંકડો આશ્રમો છે. હરદ્વાર, 28 ષિકેશ, ઉત્તરકાશી અને અલકનંદા ભગીરથના કિનારે કિનારે અને ગુજરાતમાં નર્મદા વગેરેના કિનારે કેટલાયે આશ્રમો છે. પાશ્ચાત્ય ઢબની આધુનિક સગવડોથી સજ્જ એવા કેટલાયે આશ્રમો પણ હવે સ્થપાયા છે. કેટલાક આશ્રમો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે અને કેટલાય આશ્રમોની દેશ-વિદેશમાં શાખાઓ પણ હોય છે.
આશ્રમ એટલે નિવૃત્તિક્ષેત્ર અથવા નિવૃત્તકાળનું પ્રવૃત્તિક્ષેત્ર. કેટલાક માણસોને એકાંત ગમે છે, પણ એકલવાયું જીવન ગમતું નથી. આશ્રમમાં એકાન્ત મળે છે અને સમૂહજીવન પણ મળે છે. આધ્યાત્મિક સાધનાના ધ્યેયથી અને તેની યોગ્યતા પ્રાપ્ત કરીને જો કોઈ માણસ કલાકો સુધી ઘરમાં બંધ બારણે એકાંતમાં બેસી જપ, ધ્યાન, સ્વાધ્યાય ઈત્યાદિ કરે તો એથી એને ઉત્તરોત્તર આત્મ-વિશુદ્ધિના આનંદનો અનુભવ થશે. એની પ્રસન્નતા વધશે. એને જીવનની કૃતાર્થતા લાગશે. એનું મન સતત એમાં જ લાગેલું રહેશે. પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિને ફરજિયાત ઘરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org