________________
૬૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
ઘણાં ખરાં પ્રાચીન તીર્થોમાં આશ્રમો છે. વળી વખતોવખત અનેક મહાત્માઓની પ્રેરણા દ્વારા આશ્રમો સ્થપાયા છે અને સ્થપાતા રહ્યા છે. ભારતમાં એક કાળે વલ્લભીપુરમાં જૈન, બોદ્ધ અને હિંદુ ધર્મના મળીને ત્રણસોથી વધુ આશ્રમો હતા. વલ્લભીપુર વિદ્યાનું મોટું કેન્દ્ર હતું. દેવર્ધ્વિગાિની આગમવાચના અહીં થઈ હતી.
આશ્રમ અને હોટેલ-હોસ્ટેલ વચ્ચે ઘણો ફરક છે. હોટેલ-હોસ્ટેલમાં કેવળ ઉપભોક્તાવાદ હોય છે. તેમાં માત્ર ભોતિક સગવડોમાં જ રાચવાનું હોય છે. આશ્રમોમાં સાદાઈ, સંયમ અને સંતોષને પ્રાધાન્ય અપાય છે. આશ્રમોમાં સમૂહજીવનની એક અનોખી પદ્ધતિ હોય છે. આશ્રમ એ વ્યાવસાયિક ધોરણે કમાણી કરવા માટેની કોઈ સંસ્થા નથી, પરંતુ અનેક દાતાઓના દાનના પ્રવાહથી ચાલતી-નભતી સંસ્થા છે.
વિવિધ પ્રકારના આશ્રમમાં વૃદ્ધાશ્રમોની અને સાધનાશ્રમોની ઉપયોગિતા વધુ છે. વિદેશોમાં વૃદ્ધો માટે મનોરંજન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે કે
જ્યાં માણસ સવારથી સાંજ સુધી પોતાની જાતને રોકાયેલી રાખી શકે અને એનો દિવસ આનંદમાં પસાર થાય. પરંતુ એવાં કેન્દ્રોના રાજસી આનંદ કરતાં આધ્યાત્મિક આશ્રમોનો સાત્ત્વિક આનંદ વધુ ચડિયાતો છે. આવા આશ્રમોમાં જીવનનું પરમ, ઉચ્ચ લક્ષ્ય રહેલું છે.
જગ્યાની વિશાળતા, ખુલ્લું આકાશ અને હરિયાળાં વૃક્ષો એ કોઈપણ આશ્રમની મહત્ત્વની આવશ્યકતા છે અને શોભા છે. આશ્રમોમાં સાત્વિક આહાર, નિર્મળ હવાપાણી, નૈસર્ગિક પર્યાવરણ અને આશ્રમવાસીઓ વચ્ચે પ્રેમ અને મૈત્રીભર્યું પ્રસન્ન વાતાવરણ-આ બધાંને લીધે અંતેવાસીઓનું આરોગ્ય પણ સારું રહે છે. એમાં પણ યોગાસનો અને ધ્યાનની પ્રવૃત્તિ નિયમિત થતી હોય ત્યારે નિરામય દીર્ધાયુષ્ય સાંપડે છે. મનની વ્યગ્રતા ઓછી રહે છે અથવા રહેતી નથી અને સમતા દ્વારા શાન્તિ સધાય છે. એટલે ઘર છોડીને આવ્યા હોવા છતાં જીવન ભર્યુંભર્યું લાગે છે. દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org