________________
આપણી આશ્રમ-પ્રવૃત્તિ
હતા. પ્રકૃતિનું રમ્ય સ્થળ હોય તો ભારતીય માણસને ત્યાં દેવાલય કરવાનું, તીર્થભૂમિ બનાવવાનું, આશ્રમ સ્થાપવાનું સૂઝશે. એકલપેટા ન થતાં, પોતાના આનંદમાં બીજાને સહભાગી બનાવવાનું ઉદાર બંધુકૃત્ય એમાં રહેલુ છે. ગુરુકુળો, તપોવનો, મઠ, ગાદી, બ્રહ્મનિકેતનો, યોગાશ્રમો, અખાડાઓ, વૃદ્ધાશ્રમો, પરમાર્થનિકેતનો, સાધનાશ્રમો ઇત્યાદિ પ્રકારની વ્યવસ્થા ભારતીય જીવનપરંપરામાં અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. જીવનનાં વર્ષોનું વિભાજન પણ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ-એ પ્રકારે કરવામાં આવ્યું છે. તેની અંદર ઔચિત્ય અને ગૌરવ રહેલાં છે. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમમાં તો ઘર છોડીને અન્યત્ર રહેવાની ભલામણ છે. વિદ્યાર્થીઓ પણ ઘરે રહીને અભ્યાસ કરે એના કરતાં ગુરુકુળમાં રહીને અભ્યાસ કરે તો એની બુદ્ધિપ્રતિભાનો વિકાસ વધુ થાય છે. એનામાં ખડતલપણું, વડીલો પ્રત્યે વિનય, સહકાર, સ્વાશ્રય ઇત્યાદિ પ્રકારના ગુણો ખીલે છે અને એના વ્યક્તિત્વનો સર્વાગીણ વિકાસ થાય છે. ઘરમાં એકલા રહેવું અને સમુદાયની વચ્ચે રહેવું એ બે વચ્ચે ઘણો તફાવત છે. સમુદાયમાં રહેવાથી માણસના અભિગમનો સારો વિકાસ થાય છે અને વ્યક્તિત્વમાં રહેલું ખરબચડાપણું નીકળી જાય છે.
આવા આશ્રમોનું ગૌરવ રાજાઓ પણ સમજતા અને જાળવતા. કણવ ઋષિના આશ્રમમાં દુષ્યત રાજા જ્યારે જાય છે ત્યારે તેઓ રાજા તરીકે નથી જતા. રથમાંથી ઊતરી, શસ્ત્રો ઉતારીને તે જાય છે. વિનીત વેશથી આશ્રમમાં પ્રવેશી શકાય એમ તે કહે છે. રાજાએ પણ આશ્રમના બધા નિયમો પાળવા જોઇએ એવો ઊંચો આદર્શ ભારતીય પરંપરામાં રહ્યો છે.
ભારતમાં બહુ પ્રાચીન કાળથી ચાલી આવતી આશ્રમની પ્રણાલિકા દ્વારા સમયે સમયે હજારો માણસોનાં જીવન સુખાત્ત બન્યાં છે. આપણાં
· Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org