________________
આપણી આશ્રમ-પ્રવૃત્તિ
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા તરફથી એની સ્થાપનાને ૨૫ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે પાંચ દિવસનો રજત જયંતી સમાપન સમારોહ કોબા (જિ. ગાંધીનગર) ખાતે તા. ૧૫મી ડિસેમ્બરથી ૧૯મી ડિસેમ્બર ર૦૦૦ સુધી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન, યોગાસનો, લોકસંગીત, મહાનુભાવોનાં વક્તવ્યો ઇત્યાદિ સાથે વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોબાના આ રાજચંદ્ર આશ્રમ માટે જગ્યા લેવાઈ અને ત્યાં ભૂમિપૂજન થયું હતું ત્યારે સ્વ. શ્રી દુર્લભજી ખેતાણી અને સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઈ સાથે મારે પણ ઉપસ્થિત રહેવાનું બન્યું હતું એનું સ્મરણ થયું. એ વિશાળ ખુલ્લી જગ્યામાં આશ્રમે આકાર લીધો અને ઉત્તરોત્તર વિકાસ પામતાં જઈ રજત જયંતીની ઉજવણી સુધી ગૌરવપૂર્વક પહોંચ્યો એમાં પૂ. શ્રી આત્માનંદજીનું જ મુખ્ય યોગદાન રહ્યું છે.
દરેક આશ્રમની પોતાની એક આગવી મુદ્રા હોય છે. દરેકના વિકાસની નિરાળી રેખા હોય છે. કોઇપણ બે આશ્રમ બિલકુલ સરખેસરખા ન હોઈ શકે. આશ્રમના નકશા અને મકાન-મંદિરની આકૃતિઓ, રંગ વગેરે કદાચ એક સરખા માપનાં કરવામાં આવ્યાં હોય તો પણ એમાં વસતા સાધકો અને એના સૂત્રધાર અનુસાર દરેક આશ્રમનું પોતાનું આગવું વ્યક્તિત્વ ઘડાય છે. ફક્ત પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના બધા આશ્રમોની છબી નજર સમક્ષ ખડી કરીએ તો પણ એમાં ઘણું વૈવિધ્ય જોવા મળશે. વૈવિધ્ય એ જીવંતતાની નિશાની છે. કૃત્રિમ એકતા અને અનુકરણાથી સંસ્થા થોડા વખતમાં જ નિમ્રભ બની જાય છે. આમ પણ દરેક સંસ્થાની ચડતીપડતીનો ક્રમ તો રહ્યા જ કરે છે.
ભારતમાં નદી કિનારે અને પર્વતોમાં અનેક આશ્રમો વખતોવખત થતા રહ્યા છે. પર્વતોમાં ગુફાઓ કોતરીને પણ આશ્રમો કરવામાં આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org