________________
પિતાશ્રીની ચિરવિદાય
૧૦૪ વર્ષની ઉંમરે પણ એમને મધુપ્રમેહ, રક્તચાપ, દમ, ક્ષય, સંધિવા, હરસ, પ્રોસ્ટેટ વગેરે કોઈપણ રોગની ફરિયાદ નહોતી. એમની પાચનશક્તિ વ્યવસ્થિત હતી. શૌચાદિમાં તેઓ જીવનના અંત સુધી બિલકુલ નિયમિત હતા, એટલું જ નહિ, જરૂર પડે તો તેઓ રાહ પણ જોઈ શકતા. એમનાં સો વર્ષની ઉજવણીનો આખા દિવસનો કાર્યક્રમ અમે એક હોલમાં કર્યો હતો ત્યારે સવારે ૯ વાગે ઘરેથી ગયા અને સાંજે આઠ વાગે પાછા આવ્યા ત્યાં સુધી તેઓ એક ખુરશીમાં સતત બેસી રહ્યા હતા. એમને બાથરૂમ પણ જવું પડ્યું નહોતું.
બાપુજીની તબિયત સારી રહેતી હતી. એકાદ વર્ષથી શરીર થોડુંક ક્ષીણ થયું હતું, પરંતુ હરવાફરવામાં, બોલવામાં, વાંચવા-સાંભળવામાં એમની શારીરિક શક્તિ હજુ એવી જ હતી. એમના શરીરને હજુ એકાદ વર્ષ વાંધો નહિ આવે, કદાચ ૧૦૫ વર્ષ પૂરાં કરશે જ એવી અમને બધાંને પાકી આશા હતી. એટલે જ અમે આફ્રિકાના પ્રવાસે જવાની વાત કરી તો એમણે સહર્ષ સંમતિ આપી. એમણે કહ્યું, “તમે જઈ આવો. મારું શરીર સારું છે. અમારા સૌથી નાના ભાઈ ભરતભાઈ કે જેમની સાથે બાપુજી રહેતા હતા તેમનો બદ્રીનાથ જવાનો કાર્યક્રમ હતો. એમને પણ બાપુજીએ સંમતિ આપી હતી અને તેઓ બદ્રીનાથ ગયા હતા.
બાપુજીએ ઊંઘમાં દેહ છોડ્યો તે દિવસે સાંજ સુધી તો એમની તબિયત રોજની જેમ જ સારી હતી. સવારે રોજની જેમ સ્તુતિ કરીને ચાનાસ્તો લીધાં. બપોરે ભોજન લીધું. રોજની જેમ બપોરે બધાંને ફોન કર્યા હતા. તે દિવસે રાત્રે નવ વાગે મારી દીકરી શૈલજાએ મુલુંડથી બાપુજીને ફોન કર્યો હતો. બાપુજીએ એની સાથે સારી રીતે વાત કરી, પરંતુ બાપુજીના અવાજમાં સહેજ નબળાઈ એને જણાઈ. સામાન્ય રીતે બાપુજી બધાંની સાથે ફોનમાં નિરાંતે વાત કરે, પણ તે વખતે એમણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org