________________
સાંપ્રત સહચિંતન
શૈલજાને કહ્યું કે પોતાને બોલવામાં થાક લાગે છે. બાપુજી થાકની વાત કરે એ જ નવાઈ. એ સાંભળીને શૈલજાને આશ્ચર્ય થયું. એણે બીજાઓને એ વિશે વાત કરી.
----
તે પછી રોજના ક્રમ અનુસાર બાપુજી રાતના સાડા નવ વાગે બાથરૂમ જઈ આવીને સૂઈ ગયા. દસ વાગે પૌત્રવધૂ શીતલ એમના રૂમમાં ગઈ ત્યારે એણે જોયું કે બાપુજી ઊંઘતા હતા, પણ એમનો શ્વાસ અસાધારણ જોરથી ચાલતો હતો. એણે તરત જયંતીભાઈને, પ્રમોદભાઈને, ડૉક્ટર પનાલાલ પતરાવાળાને ફોન કરીને બોલાવી લીધા. દસ મિનિટમાં તેઓ બધા આવી પહોંચ્યા. પરંતુ ત્યારે ડૉક્ટરે તપાસીને કહ્યું કે ‘બાપુજીએ દેહ છોડી દીધો છે !'
Jain Education International
ભાગ ૧૩
અમે ત્યારે આફ્રિકામાં ઝિમ્બાબ્વેમાં હતાં. ભરતભાઈ બદ્રિનાથ હતા. અગ્નિ સંસ્કાર વખતે અમે પહોંચી શકીએ એમ નહોતાં. સૌથી નજીક રહેનારા અંત સમયે જ પાસે નહોતાં. એમાં વિધિનો કોઈ સંકેત હશે !
બાપુજીને ૧૦૩ વર્ષ પૂરા થવામાં હતાં ત્યારે મહા મહિનામાં એક દિવસ અચાનક તેમને નબળાઈ લાગવા માંડેલી. દિવસે કદી ન સૂનાર દિવસે પણ સૂઈ જતા. સૂતાં પછી બેઠા થવામાં તકલીફ પડવા લાગી. સ્તવનો મોટેથી બોલી શકાતાં નહોતાં. મનમાં બોલવા લાગ્યા હતા અને તેમાં પણ ભૂલ પડવા લાગી. અમને આખું માંગલિક સંભળાવતા તેને બદલે ફક્ત ત્રણ નવકાર બોલી શકતા. મારા મિત્ર શ્રી વસંતભાઈ ભેદાની ઇચ્છા એમનાં દર્શન કરવાની હતી. હું એમને લઈને બાપુજી પાસે ગયેલો. પરંતુ ત્યારે બાપુજી માંડ થોડી વાતચીત કરી શકેલા. ત્યારે એમ લાગ્યું કે બાપુજી હવે એક બે મહિના માંડ કાઢી શકશે. પરંતુ પાંચ સાત દિવસમાં જ ફરી એમનું શરીર સશક્ત બનવા લાગ્યું. દિવસે આડા પડવાનું બંધ થયું. સ્મૃતિ પહેલાંના જેવી જ તાજી થઈ ગઈ. મોટી ઉંમરે ગયેલી સ્મૃતિ પાછી નથી આવતી. પણ બાપુજીના
For Private & Personal Use Only
www.jainelibrary.org