________________
પિતાશ્રીની ચિરવિદાય
૫
જીવનમાં એ અદ્ભૂત ચમત્કાર હતો કે સ્મૃતિ બરાબર પહેલાંના જેવી જ થઈ ગઈ. દસ કડીનું સ્તવન કે મોટું સ્તોત્ર બરાબર પાછું તેઓ બોલવા લાગ્યા હતા. એમનું જીવન રાબેતા મુજબનું થઈ ગયું હતું. આટલી મોટી ઉંમરે આમ થવું એ પણ એક આશ્ચર્યકારક ઘટના લાગતી હતી.
આગલા વર્ષે પર્યુષણ પર્વ દરમિયાન ચિખોદરાની હોસ્પિટલના આંખના દાક્તર ડૉ. રમણીકલાલ દોશી (દોશીકાકા) અમારે ઘરે આવ્યા હતા. તે વખતે બાપુજીની વાત નીકળી. દોશીકાકા કહે કે ‘હું આજે ચિખોદરા પાછો જાઉં છું. માટે અત્યારે જ મારે એમનાં દર્શન કરવાં છે.’ તરત અમે ભાઈના ઘરે ગયા. દોશીકકા બાપુજીને મળ્યા. દોશીકાકા પોતે ૮૪ વર્ષના. ૧૦૧ વર્ષ જીવેલા પૂ. રવિશંકર દાદાની વાત નીકળી. બાપુજીએ ૬૦-૭૦ વર્ષ પહેલાંના રવિશંકર દાદાનાં સ્મરણો કહ્યાં. બહારવિટયા બાબર દેવાની વાત નીકળી. પાદરા, ધર્મજ, વટાદરા, સોજિત્રા, બોરસદ, ભાદરણ, ખંભાત વગેરે ગામોના એ જમાનાના આગેવાનોને મળેલા એ બધી વાતો સાંભળીને દોશી કાકાનાં સંસ્મરણો પણ તાજાં થયેલાં.
૧૯૭૫માં મારી માતા રેવાબાનું અવસાન થયું તે પછી બાપુજી મુંબઈ છોડીને ખાસ ક્યાંય ગયા નહોતા. ચોવીસ કલાક ઘરમાં જ હોય. દિવસ કેમ પસાર કરવો એની એમને ચિંતા નહોતી. ટી.વી. જોતા નહોતા. પ્રભુભક્તિમાં રોજનો ક્રમ પૂરો કરવામાં ક્યારેક સમય ઓછો પડતો. રોજ સવારના સાડા પાંચ-છ વાગે તેઓ ઊઠી જાય. ઊઠતાંની સાથે પથારીમાં જ પલાંઠી વાળીને બેસીને તેઓ બરાબર એક કલાક સુધી બુલંદ સ્વરે સ્તુતિ કરે. રોજ આત્મરક્ષા મંત્ર, ગૌતમસ્વામીનો છંદ, સોળ સતીનો છંદ, નવકારમંત્રનો છંદ, પુણ્યપ્રકાશનું સ્તવન, રત્નાકર પચીસી (સંસ્કૃતમાં), જિનપંજર સ્તોત્ર તથા ત્રણ સ્તવનોૠષભ જિનરાજ (યશોવિજયજીકૃત), પાસ શંખેશ્વરા (ઉદયરત્નકૃત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org