________________
દાક્તર, તમે સાજા થાવ !
By medicine life can be prolonged,
Yet death will seize the doctors too. અસાધ્ય રોગો દાક્તરને પણ થાય. એવા કુદરતી રોગો વિશે અહીં કશું કહેવાનું નથી. દાક્તરો અંગે જે ફરિયાદ છે તે તેઓના શારીરિક રોગ અંગે નહિ પણ તેમની માનસિક પ્રકૃતિ અને વિકૃતિ અંગે છે. દાક્તરને સાજા થવાનું કહેવામાં આવે છે તે આ સંદર્ભમાં.
દુનિયાની વસતી ઉત્તરોત્તર વધતી જાય છે. એની સાથે રોગીઓની સંખ્યા પણ વધતી જાય છે. રોગીઓ વધે એટલે દાક્તરો વધે. કોઈ પણ ક્ષેત્રે આવો વધારો થાય ત્યારે, પૂર આવે અને જેમ કચરો વધે, તેમ કેટલાક ખોટા માણસો આ વ્યવસાયમાં પણ પ્રવેશી જાય. પ્રજાનો વિશાળ વર્ગ જ્યાં ગરીબ અને અશિક્ષિત હોય, કાયદાનું પાલન અધકચરું હોય અને નીતિમત્તાનાં ધોરણો શિથિલ હોય ત્યાં ખોટા માણસો ફાવી જાય છે. દાક્તરી વ્યવસાયના ક્ષેત્રે અર્ધવિકસિત દેશોમાં એનું પ્રમાણ વધુ હોય છે. દરેક વ્યવસાયમાં જેમ થોડાક માણસો અયોગ્ય, અપાત્ર (Misfit) મળશે તેમ તબીબી ક્ષેત્રે પણ જોવા મળશે. એકંદરે તો પ્રતિષ્ઠિત દાક્તરો અનેક મળવાના, પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવનારા અનેક જોવા મળશે, પણ એક બે ટકા એવા પણ નીકળવાના કે જેમના થકી તબીબી ક્ષેત્ર વગોવાયા કરે. તબીબી વ્યવસાયની આચારસંહિતા કેટલી ઉમદા છે ! દુનિયાના બધા દેશોમાં એનું સારી રીતે પાલન થાય છે. એમ છતાં ઘણે ઠેકાણે ગેરરીતિઓ આચરાય છે. સુધરેલા સમૃદ્ધ દેશો પણ એમાં બાકાત નથી.
અમેરિકામાં તાજેતરમાં એક વિવાદ ચાલ્યો છે કે છેલ્લાં દસ વર્ષમાં દાક્તર (કે હોસ્પિટલ)ની ભૂલ અથવા બેદરકારીને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા કેટલી ? જુદા જુદા સર્વે પ્રમાણે ૪૫૦૦૦થી ૯૮૦૦૦ની સંખ્યા થાય છે. કેવો મોટો આંકડો છે ! આ બધી પુરવાર થયેલી ભૂલોનો આંકડો છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org