________________
દાક્તર, તમે સાજા થાવ !
દાક્તરો આપણને સાજા થવાનું કહે કે આપણે દાક્તરોને સાજા થવાનું કહેવાનું હોય ?
સામાન્ય રીતે દાક્તર આપણને સાજા થવાનું કહે એ જ યોગ્ય છે. તેઓ આપણને સાજા કરે કારણ કે દર્દીને સાજા કરવાનો દાક્તરનો વ્યવસાય છે. વસ્તુતઃ દાક્તરનું એ વ્યાવસાયિક કર્તવ્ય પણ છે, પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બને છે કે જેથી દાક્તરને સાજા થવા માટે ભલામણ કરવાનું આપણને મન થાય. દાક્તરને સાજા કરવાની આવડત કે શક્તિ આપણામાં ન હોય, તેમને આવી સલાહ આપવાનું નૈતિક બળ પણ આપણામાં ન હોય અને વળી તે અનધિકાર ચેષ્ટા બને તો પણ
ક્યારેક કોઈકના મનમાં એવો ભાવ ઊઠે પણ ખરો. વસ્તુતઃ મને પોતાને તો દાક્તરોનો ઘણો સારો અનુભવ છે. તો પણ દુનિયામાં બનતી ઘટનાઓનો પડઘો આપણા મનમાં પડે છે.
દાક્તરો માંદા ન જ પડે એવું નથી. પોતાની પાસે દાક્તરી વિદ્યા હોવાથી દાક્તરો એકંદરે ઓછા માંદા પડે છે. ઘણાખરા વૈદો કે દાક્તરોને એકંદરે સરેરાશ સારું આયુષ્ય સાંપડે છે, તો પણ માંદગી તેઓના જીવનમાં પણ આવે છે.
દાંતના દાક્તરના દાંત દુખે નહિ કે પડે નહિ એવું ન બની શકે. આંખના દાક્તરને ચમા કે મોતિયો ન જ આવે કે કાનના દાક્તર બહેરા ન થયા હોય એમ બને નહિ. એકંદરે તો દાક્તરો જે રોગના નિષ્ણાત હોય અને દર્દીઓની સારવાર કરતા હોય તેઓ પોતે તો એ બાબતમાં એટલી સંભાળ લઈ શકે. આમ છતાં હૃદયરોગના નિષ્ણાત દાક્તર હૃદયરોગથી મૃત્યુ પામ્યા હોય અથવા કેન્સરના રોગના દાક્તરનું અવસાન કેન્સરથી થયું હોય એવા કેટલાંયે ઉદાહરણો જોવા મળશે. રોગ અને મૃત્યુમાંથી દાક્તરો પણ બચી ન જ શકે. શેક્સપિયરે કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org