________________
૫૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
અમેરિકા જેવા સુશિક્ષિત અને અહેવાલોની ચોકસાઈ રાખનારા દેશમાં દાક્તરોની ભૂલ અથવા બેદરકારીને કારણે હજારો માણસો મૃત્યુ પામતા હોય તો દેખીતું છે કે દાક્તરોને પક્ષે કંઈક ક્ષતિ છે. અમેરિકામાં તો દાક્તરની ભૂલ થાય તો તરત મોટો દાવો માંડી શકાય છે. દર્દીને કોટે વળતર અપાવે છે. એટલે તો ત્યાં દાક્તરો પહેલેથી મોટી ફી પડાવી લે છે. પરિણામે આખી દુનિયામાં તબીબી સારવાર અમેરિકામાં સૌથી મોંઘી છે. એટલે જ માંદા પડવા કરતાં મરવું સસ્તું છે એમ ત્યાં કહેવાય છે.
તબીબ વિજ્ઞાનનો વિકાસ માનવજાત માટે આશીર્વાદરૂપ બનતો હોવા છતાં એનાં સાધનો બનાવનાર કંપનીઓ એમાં બહુ નફો રળી લે છે. એવા મોંઘા સાધનો વસાવવાને કારણે સારવાર પણ મોંઘી થતી જાય છે અને એમાંથી વધુ કમાણી કરી લેવાની લાલચ દાક્તરો રોકી શકતા નથી. દાક્તરો જ્યારે વ્યાવસાયિક અને સામાજિક કર્તવ્યનિષ્ઠા મૂકીને ધનલાલસા તરફ પડી જાય છે ત્યારે દર્દીમાં એને ભગવાન નથી દેખાતો, ઘરાક દેખાય છે. એ ઘરાક પણ ભોળો હોય તો એના ભોળપણનો લાભ ઉઠાવી લેવાની તક તે એ જતી નથી કરી શકતા. એની જ્યારે ટેવ પડી જાય છે ત્યારે એ ઘનપ્રાપ્તિ માટે તેઓ સરકારી કાયદાની પણ પરવા કરતા નથી. હોસ્પિટલમાં આપવાની રકમ જુદી અને ઘરે પહોંચાડવાની રકમ જુદી એમ ફીના ભાગ પડી જાય છે. કેટલાક દાક્તરોમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે ઓછી ફી રાખીશું તો આપણો સામાન્યમાં ગાઈ જઈશું. કેટલાક નિષ્ણાત દાક્તરોને તો કેસ લાવનાર જનરલ પ્રેક્ટિશનરને ફીમાંથી હિસ્સો આપવાનો હોય છે. તો જ કામ મળે.
આમ, તબીબી સારવાર દિવસે દિવસે અતિશય મોંઘી થતી જાય છે. અમેરિકા જેવા દેશ માટે રોબર્ટ કેનેડીએ કહ્યું છે : some of the illness can be so serious that over a period of even a few weeks one's life savings could be wiped out.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org