________________
દાક્તર, તમે સાજા થાવ !
પ૯
તબીબી અભ્યાસ લાંબો અને બહુ ખર્ચાળ છે. એમાં પણ મોટી રકમ દાનમાં આપીને મેડિકલ કૉલેજમાં જગ્યા મેળવી હોય તો એવા કોઈક દાક્તરને ખલા નાણાં ઝટ ઝટ મેળવી લેવાની ધૂન લાગે છે. એવી ધૂન ક્યારેક એને ગેરરીતિઓ તરફ દોરી જાય છે.
દવાઓમાં ભેળસેળ કરવી, કમિશન મળતું હોય તે કંપનીની દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવી વગેરે ગેરરીતિઓ તબીબી વ્યવસાયમાં જોવા મળે છે. કેટલાક વૈદો દવાઓની પડીકીમાં સ્ટેરોઈડ કે કોર્ટિઝન ભેળવીને દર્દીને તરત સાજો કરી દે છે અને પછી કાયમનો માંદો બનાવી દે છે.
કેટલાક દાક્તરો પોતે જેને માનતા હોય એવા પેથોલોજિસ્ટ કે બાયોટેક્નિશિયનના રિપોર્ટનો જ આગ્રહ રાખે છે. રોગ પકડવા માટે અલબત્ત, ક્લિનિકલ રિપોર્ટની ચોક્કસાઈ બહુ જરૂરી છે, પરંતુ ઈરાદાપૂર્વક દાક્તર ફરીથી રિપોર્ટ કઢાવવાનો આગ્રહ રાખે ત્યારે દર્દીને એ સમજાઈ જાય છે. એમાં દર્દીની સ્થિતિ સાધારણ હોય તો એનો આર્થિક બોજો વધી જાય છે.
ધનલાલસા કોને ન હોય ? દાક્તરોને હોય તેમાં ખોટું શું છે ? આવી દલીલ પણ થાય છે. એ સાચી છે. પણ વ્યવસાયની નિષ્ઠા નીકળી જાય છે ત્યારે એ ખટકે છે.
પેલો જાણીતો ટુચકો છે : એક દાક્તરે પોતાના દીકરાને ભણાવીને દાક્તર બનાવ્યો. દીકરો ઘણો તેજસ્વી અને ઉત્સાહી હતો પણ હજુ એણો પોતાના વ્યવસાયનો બહુ અનુભવ લીધો નહોતો. એક દિવસ એણો પોતાના પિતાને કહ્યું, “પપ્પા, જે દર્દીનો રોગ તમે વીસ વર્ષમાં મટાડી ન શક્યા તે મેં એક અઠવાડિયામાં મટાડડ્યો.”
દાક્તર પિતાએ કહ્યું, “બેટા, અઠવાડિયામાં મટાડતાં તો મને પણ આવડતું હતું, પણ મેં એ શ્રીમંત માણસનો રોગ તરત મટાડ્યો હોત તો તું દાક્તર ન થયો હોત. એની ફીમાંથી જ તને ભણાવ્યો અને દાક્તર બનાવ્યો છે.'
એક દાક્તરને પૂછવામાં આવ્યું કે “દર્દીને તપાસતાં પહેલાં એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org