________________
૬૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
ભોજનમાં શું શું લે છે એ જાણવાનો આગ્રહ તમે કેમ રાખો છો ?' દાક્તરે કહ્યું, ‘એ પૂછવાથી એના રોગનું કારણ કદાચ જડી આવે, પણ ખાસ તો મારે બિલ કેટલું બનાવવું એની મને સમજ પડે છે.’
ઉત્તમ વૈદ્ય અને નિકૃષ્ટ વૈદ્ય ભારતમાં જ નહિ, દુનિયામાં સર્વત્ર રહેલા છે. આ એક એવો વ્યવસાય છે કે જેમાં ધનપ્રાપ્તિ માટે મન લલચાય અને દર્દી તથા એનો સ્વજનોની સ્થિતિ એવી લાચારીભરી હોય કે વૈદ્યને પ્રસન્ન કરવા તેઓ તૈયાર હોય કે જેથી દર્દીની જિંદગી બચી જાય. આ વ્યવસાયમાં કેટલાયે ખોટા માણસો ભરાઈ જાય છે. જેને ઊંટવૈદ્ય અથવા Quack Doctor કહેવામાં આવે છે. આવા દાક્તરોને શાસ્ત્રકારોએ ‘યમસહોદર' કહ્યા છે, પરંતુ યમરાજા તો સારા કે ફક્ત પ્રાણ હરી લે છે, પરંતુ વૈદ્ય તો પ્રાણ અને ધન બંને હરી લે છે. યમસ્તુ હતિ પ્રામ્, વૈદ્ય: પ્રાણ-ધનાનિ ચ ।
વારંવાર દર્દીના જીવનનો અંત આવતો પોતાને નજર સમક્ષ જોવા મળતો હોવાથી કેટલાક દાક્તરોમાં જેમ મૃત્યુ અંગે સ્વસ્થતા આવી જાય છે, તેમ કેટલાકમાં તે અંગે જડતા કે નિષ્ઠુરતા પણ આવી જાય છે. દાક્તરને એની ખબર હોય કે ન હોય, દાક્તર પોતે એ વિશે સભાન ન હોય તો પણ મરનાર દર્દીઓનાં સગાસંબંધીઓને એની ગંધ આવી જાય છે.
સ્ત્રી-પુરુષોને નગ્ન કરીને તપાસવાનું અગાઉના સમય કરતાં વર્તમાન સમયમાં વધતું રહ્યું છે. તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ એ માત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે અને સારું પણ છે. એવું કાર્ય હવે દર્દી અને દાક્તર એમ ઉભય પક્ષે સહજ, સ્વાભાવિક અને લજ્જા-સંકોચ રહિત બન્યું છે. આમ છતાં કુમારિકા અને નાની યુવતીઓ માટે એ ક્ષોભનો પ્રસંગ બને એ શક્ય છે. આવા પ્રસંગે કોઈક દાક્તરોમાં - વિશેષત: યુવાન દાક્તરોના ચિત્તમાં કામુકતા ડોકિયું ન કરી જાય એવું નથી. એવા કિસ્સા જવલ્લે જ બને, પણ બને તો છે જ એ વાત તો દાક્તરો પણ સ્વીકારશે. કેટલીક સ્ત્રીઓ પણ એવા આશયથી વારંવાર દાક્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org