________________
દાક્તર, તમે સાજા થાવ !
પાસે દોડી જતી હોય છે. દાક્તરોની અંગત ખાનગી મંડળીઓમાં વિશ્વાસથી એકબીજાની આગળ આવી વાતો થતી પણ હોય છે. દાક્તરદર્દીના આવા સંબંધો વધે ત્યારે દાક્તરે પોતાની જાતને સાવધ અને સ્વસ્થ કરી લેવી જોઈએ. દાક્તરના દર્દી સાથે જ સંબંધ થાય છે એવું નથી, નર્સ-સિસ્ટરો સાથે પણ એવા સંબંધો થાય છે. રાતની ફરજ, એકાંત, બંધ બારણે બેસવાની સગવડ વગેરે નિમિત્તો ચિત્તને ચલિત કરનારાં નીવડે છે. રોજેરોજ સતત નગ્ન દર્દીઓને તપાસવાને કારણે દાક્તરોની માનસિક સમતુલા પણ ખોરવાય છે. કેટલાક દાક્તરોને નગ્નતા પ્રત્યે ચીડ, અભાવ થઈ જાય છે. એક દાક્તરને ઘર માટે સરસ ચિત્ર પસંદ કરવું હતું. એક આર્ટ ગેલેરીમાં ખરીદવા જાય છે, ત્યારે વેચનાર દાક્તરના કાનમાં કહે છે, `Are you interested in nude ?' દાક્તરે ચીડાઈને કહ્યું, `What ? I, am fed up of nude. I am a Gynec.' સતત અશુચિમય નગ્નતાની તપાસ કરતા રહેવાને કારણે કેટલાક દાક્તરોને નિર્વેદ આવી જાય છે અને પોતાના જાતીય જીવનમાંથી રસ ઊડી જાય છે. કોઈક વાર આવા દાક્તરનું વર્તન અસ્વાભાવિક બની જાય છે. પાશ્ચાત્ય દેશોનો એક સાચો કિસ્સો છાપામાં વાંચ્યો હતો કે રોજરોજ નગ્ન દર્દીઓને તપાસવાને કારણે નગ્નતા દાક્તરના પોતાના જીવનમાં દિગંબર મુનિની જેમ, સ્વાભાવિક બની ગઈ હતી. બાથરૂમમાંથી નાહીને બહાર નીકળે તો કપડાં પહેર્યા વગર જ નીકળે, ઘરમાં યુવાન દીકરા-દીકરી હતાં પણ દાક્તરને સંકોચ થાય નહિ, પરિવારજનોની ફરિયાદને દાક્તર ગણકારતા નહિ.
૬૧
દુનિયામાં ગર્ભપાતનું દૂષણ અતિશય વધતું જાય છે. સામાજિક કે આરોગ્યની દૃષ્ટિએ કોઈક કિસ્સાઓમાં એનું સમર્થન કરી શકાય એમ હોય તો પણ એમાં પંચેન્દ્રિય જીવની હત્યા રહેલી છે એ નિ:સંશય છે. દાક્તરો દ્વારા આ અનૈતિક, હિંસક પાપ પ્રવૃત્તિને પોષણ મળે છે એ બહુ ખેદની વાત છે. દુનિયાભરમાં અને વિશેષતઃ ભારતમાં કેટલાયે દાક્તરો એ દ્વારા ભારે કમાણી કરી લે છે ! કેટલાક જૈન દાક્તરો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org