SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ જ્યારે આવા વ્યવસાયને અપનાવી લે છે ત્યારે તે વધુ શોચનીય બને છે. ભારતમાં અને અન્ય દેશોમાં કેટલાક દાક્તરો શરીરનાં અંગાંગો કાઢી લેવાના ગેરકાયદે વ્યવસાયમાં જોડાય છે. અજાણ્યા ગરીબ દર્દીઓને ખબર પણ ન પડે એ રીતે એમની કિડની કાઢી લેવામાં આવે છે. કિડની માટે ઘણી મોટી રકમ મળે છે. ક્યારેક ગરીબ દર્દીની સંમતિથી એને કમ આપી એની લાચારીનો લાભ ઉઠાવી એની કિડની કાઢી લેવામાં આવે છે. આવાં કેટલાંક તરકટો પકડાય પણ છે અને દાક્તરોને સજા પણ થાય છે. દાક્તરી વ્યવસાયમાં જોડાયા પછી આવાં કાર્યો કરનાર દાક્તરનું ચિત્ત સ્વસ્થ નહિ પણ રોગિષ્ઠ ગણાય. . વર્તમાન સમયમાં બદલાતી જતી જીવનરીતિને કારણે માનસિક રોગોનું પ્રમાણ અને વૈવિધ્ય વધતું જાય છે. તનાવયુક્ત પરિસ્થિતિ ઉપરાંત ભારે દવાઓના વપરાશને કારણે પણ માનસિક રોગો વધ્યા છે. એશિયા, આફ્રિકા કરતાં પાશ્ચાત્ય દેશોમાં આવા દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને માનચિકિત્સકોની સંખ્યા પણ વધતી જાય છે. માનસિક રોગના દર્દીઓની સારવારમાં એના અંગત જીવનનો ઇતિહાસ જાણવો જરૂરી છે અને બે પાંચ કે વધુ બેઠકો કરીને દાક્તર દર્દી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી વાત કઢાવે છે. આવી બેઠકો વખતે ત્રીજી કોઈ વ્યક્તિને હાજર રાખવામાં આવતી નથી. એને લીધે યુવાન, દેખાવડી મહિલા દર્દી સાથે દાક્તરો આશ્વાસન આપવાના નિમિત્તે શારીરિક છૂટ લેતા થઈ જાય છે. વિદેશોમાં આવા અનેક કિસ્સાઓ બને છે અને અવારનવાર છાપાંઓમાં આવે છે. સ્ત્રીપુરુષનું એકાંતમાં સાહચર્ય, દર્દી અને દાક્તરના રૂપમાં હોય તો પણ તેનાં માઠાં પરિણામ આવી શકે છે. જો માંદગી લંબાય તો દર્દીને દાક્તરને ત્યાં વારંવાર જવાનો અથવા દાક્તરને પોતાને ત્યાં બોલાવવાનો કંટાળો આવે છે. લાંબી બીમારીથી કંટાળીને દર્દીએ આપઘાત કર્યો હોય એવા દાખલા વખતોવખત બનતા રહે છે. પરંતુ દર્દીઓથી કંટાળીને દાક્તરે આપઘાત કર્યો હોય એવા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy