SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દાક્તર, તમે સાજા થાવ ! ૬૩ કિસ્સા પણ ક્યારેક બને છે. વળી દાક્તરે દર્દીને મૃત્યુને શરણ ધકેલી દીધો હોય એવા બનાવ પણ ક્યારેક બને છે. આ કોઈ કલ્પના નથી. સાચી બનેલી ઘટનાઓ છે. અમેરિકામાં એક પકડાયેલા દાક્તરને સજા પણ થઈ છે. કેટલાક દાક્તરો પોતાની વિદ્યાનો દુરુપયોગ કરે છે. આવા બનાવો પાશ્ચાત્ય જગતમાં વધુ બને છે. વીમાયોજના હેઠળ દર્દીઓને મફત સારવાર આપવાની હોય છે, જેમાં વળતર કશું ન હોય અને દર્દી પજવતો હોય ત્યારે દાક્તર આવું કૃત્ય કરી બેસે છે. ક્યારેક દાક્તરની વિકૃત મનોદશા પણ એવી બની જાય છે. દાક્તરનો વ્યવસાય અન્ય વ્યવસાય કરતાં ચડિયાતો છે. એમાં સેવા અને આજીવિકા બંને રહેલાં છે. સંસારનાં શારીરિક અને માનસિક દુઃખો દાક્તરો દ્વારા નિરંતર દૂર થાય છે. પૃથ્વી ઉપર એક દિવસ એવો પસાર નથી થયો કે જ્યારે કોઇકને અને કોઈકને પોતાના દર્દના નિવારણ માટે વૈદ-દાક્તર પાસે જવું ન પડયું હોય. વૈદ-દાક્તરોનો એ રીતે જગત પર ઘણો મોટો ઉપકાર છે. તો પણ દાક્તરની આદર્શ ભાવના તો એ રહેવી જોઈએ કે કોઈ પણ માાસ માંદો ન પડે. રોગચાળો ફાટી નીકળે અને દાક્તર રાજી થાય કે હવે ઘણા દર્દી મળશે અને સારી કમાણી થશે એવું બનવું જોઈએ નહિ. વળી દવાઓનું ધ્યેય તો રોગને નિર્મૂળ કરવાનું છે. ધારો કે કોઈ રોગ દુનિયામાંથી સદંતર નીકળી ગયો તો પછી એ દવાની કશી જ કિંમત ન રહે. પણ એ જ એનું ધ્યેય છે. એટલે જ કોઇકે કહ્યું છે કે : Medicine is the only profession that labors incessantly to destroy the reason for its own existence. દાક્તરી સેવાના ક્ષેત્રે નિ:સ્વાર્થપણે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા કેટલા બધા દાક્તરોનાં નામ વખતોવખત ચમકે છે. ડૉ. આલ્બર્ટ સ્વાઇત્ઝરનું નામ મશહૂર છે. વર્તમાન ગુજરાતનો જ વિચાર કરીએ તો ડૉ. શિવાનંદ અધ્વર્યુ, ડૉ. રમણીકલાલ દોશી, ડૉ. મેઘાવ્રત, ડૉ. નવનીતલાલ ફોજદાર, ડૉ. સુરેશ સોની, ડૉ. પ્રવીણ મહેતા, ડૉ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy