________________
૬૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
કીર્તિભાઈ ઇત્યાદિએ હજારો ગરીબ દર્દીઓની મફત સેવા કેટલી બધી કરી છે. ગુજરાતમાં બીજા આવા કેટલાયે દાક્તરો હશે કે જેમણે પોતાના નામને ઉજ્જવળ બનાવ્યું છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ કેટલા બધા સેવાભાવી દાક્તરોનાં નામ ગૌરવ સાથે સાંભળવા મળે છે.
ઠેઠ પ્રાચીન કાળથી ભારતમાં ચરક, સુશ્રુત, વાગ્ભટ વગેરેએ અને પાશ્ચાત્ય દેશોમાં હિપોક્રિટિસે (Hippocrates) દાક્તરો માટે ઘણો ઊંચો આદર્શ મૂક્યો છે. દુનિયામાં, વિશેષતઃ પાશ્ચાત્ય દેશોમાં દાક્તરી વિદ્યામાં પાસ થયા પછી જે સોગંદ લેવાય છે તેને Hippocratic Oath કહેવાય છે. જે દાક્તરો ચરક, સુશ્રુત અને હિપોક્રિટિસની ભાવનાનુસાર પોતાનું તબીબી કર્તવ્ય બજાવે છે તેઓ તો ભારે અનુમોદના કરવા યોગ્ય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સુયોગ્ય ઔષધોપચાર હજારો વર્ષથી થતો આવ્યો છે. વૈદ-દાક્તરનો આદર્શ પણ એમાં ઘણો ઊંચો બતાવાયો છે. ચરકસંહિતામાં કહ્યું છે
:
श्रुते पर्यवदानत्वं बहुशोदृष्टकर्मता । दाक्ष्यं शौचमिति ज्ञेयं वैद्यो गुणचतुष्टयम् ॥
વૈઘમાં આ ચાર ગુણ હોય છે : (૧) દવાના શાસ્ત્રના સારા જાણકાર, (૨) વિવિધ પ્રકારનાં કાર્યોના (રોગ તથા દવાઓના) અનુભવી, (૩) દક્ષતાવાળા અને (૪) પવિત્ર આચરાવાળા.
મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના દાક્તરોમાં હોવી જોઈએ તે વિશે કહ્યું છે :
मैत्रीकारुण्यमार्तेषु शक्ये प्रीतिरुपेक्षणम् । प्रकृतिस्थेषु भूतेषु वैद्यवृत्तिश्चतुर्विधा ॥
[ચાર પ્રકારની ભાવના વૈદોમાં હોવી જોઈએ. દર્દીઓ પ્રત્યે મૈત્રી, દર્દથી પીડાતા પ્રત્યે કારુણ્ય, સાજા થવાની શક્યતાવાળા દર્દીઓ પ્રત્યે પ્રીતિ અથવા પ્રમોદ એટલે કે પ્રેમપૂર્વકનો વર્તાવ અને જીવનના અંત તરફ જઈ રહેલા (બચવાની આશા ન હોય તેવા દર્દીઓ) પ્રત્યે ઉપેક્ષાભાવ અર્થાત્ સ્વસ્થતા.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org