________________
૧ર૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
પૂરતી ત્યારે મર્યાદિત રહી હતી. જુદાં જુદાં દેશી રાજ્યોમાં જુદી જુદી કેળવણીની પદ્ધતિ હતી. ગુજરાતમાં ત્યારે બે પ્રકારની શાળાઓ હતી : ગુજરાતી વર્નાક્યુલર ફાઈનલના પ્રકારની અને હાઈસ્કૂલ તથા મેટ્રિક્યુલેશનના પ્રકારની. ગુજરાતી ચાર ધોરણ સુધીની શાળા તે પ્રાથમિક શાળા હતી. “ધોરણા'ને બદલે “ચોપડી' શબ્દ ત્યારે વપરાતો, જેમ કે પહેલી ચોપડી', “બીજી ચોપડી' ઈત્યાદિ, કારણ કે મુખ્ય પાઠ્યપુસ્તક પર એ રીતે “પહેલી ચોપડી', “બીજી ચોપડી એમ છપાતું. ચાર ધોરણ પછી જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવા જવું હોય તેઓ તેમાં દાખલ થતા. જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવા ન જવું હોય અને આગળ ભણાવું હોય તેઓને માટે બીજાં ત્રણ કે પાંચ વર્ષનો અભ્યાસક્રમ રહેતો. તેમાં ઇંગ્લિશ ભાષાનો વિષય રહેતો નહિ. એવી શાળાઓને ગુજરાતી વર્નાક્યુલર ફાઈનલ કહેવામાં આવતી. ઘણીખરી છોકરીઓ અને કેટલાક છોકરાઓ આ ફાઈનલ સુધીની કેળવણી લેતાં. અંગ્રેજી કેળવણી સાત ધોરણ સુધીની રહેતી. સાતમું ધોરણા તે મેટ્રિક. પહેલાં ત્રણ ધોરણની શાળાઓ મિડલસ્કૂલ તરીકે ઓળખાતી. એવી શાળાઓ “એંગ્લો-વર્નાક્યુલર (એ.વી. સ્કૂલ)' તરીકે ઓળખાતી. શહેરો અને મોટાં ગામોમાં એવી એ.વી. સ્કૂલો ઉત્તરોત્તર વધતી જતી હતી.
એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા એટલી સહેલી નહોતી. વળી બધાં શહેરોમાં મેટ્રિક સુધીનું શિક્ષણ આપવાની વ્યવસ્થા નહોતી. કોઈ વિદ્યાર્થી મેટ્રિક થાય એટલે ગામમાં જાણે મોટો ઈતિહાસ સર્જતો. મેટ્રિક થનાર વિદ્યાર્થીઓનાં ઠેર ઠેર જાહેર સન્માન થતાં. પોતપોતાની જ્ઞાતિ તરફથી મેળાવડા થતા અને ફ્રેમમાં મઢીને છાપેલાં સન્માનપત્ર અપાતાં.
હીરાલાલભાઈ ભણવામાં એટલા તેજસ્વી હતા કે મિડલસ્કૂલમાં અને હાઈસ્કૂલમાં એમને શિષ્યવૃત્તિ મળી હતી. એમણો ૧૯૧૦માં વર્નાક્યુલર ફાઈનલ અને મેટ્રિક્યુલેશનની એમ બંને પરીક્ષા સાથે આવી હતી. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org