________________
ન્યૂ ઝીલૅન્ડ
૧૧૫
શિકાર પણ ધીમો પડી ગયો. એટલે ડનેડિનની પહેલાં જેવી ચડતી હવે ન રહી. ઑકલૅન્ડ, વેલિંગ્ટન તથા બીજાં શહેરી વિકાસ પામ્યાં અને તેની વસતી પણ વધી ગઈ. એટલે હવે ડનેડિન એક શાન્ત, રમણીય હરવાફરવાનું સ્થળ જ રહ્યું છે.
ટુઅર્ટ ટાપુ ન્યૂ ઝીલૅન્ડના સાવ દક્ષિણ દ્વિીપના છેડે ઈન્વરકારગિલ બંદર છે. ત્યાર પછી ક્યોક્સની સામુદ્રધુની છે. ત્યાર પછી સામે કિનારે ટુઅર્ટ ટાપુ છે. તે વૃક્ષોની ઝાડીવાળો અને સુંદર સમુદ્રકિનારાવાળો ટાપુ છે. ડેનેડિનની જેમ આ દક્ષિણ પ્રદેશમાં પણ સ્કૉટલૅન્ડના લોકો આવ્યા હતા. દોઢસો વર્ષ પહેલાં ડનેડિનના કેટલા સ્કૉટિશ લોકો પણ અહી આવીને વસેલા છે. તેઓના રીતરિવાજ અને ઉચ્ચારોમાં સ્કૉટલૅન્ડની છાંટ હજુ પણ વરતાય છે.
ટુઅર્ટ ટાપુના છેડે દક્ષિણ ધ્રુવ સમુદ્ર શરૂ થાય છે. આ ટાપુની વસતિ પાંખી છે. માંડ પાંચસો માણસની વસતિ હશે. અહીંના હવામાનમાં વાદળાં, વરસાદ, હિમવર્ષા, જોરદાર પવન વગેરે બારે માસ રહેતાં હોવાને કારણો કાયમી વસવાટ માટે બધાંને ગમે એવું આ સ્થળ નથી. જ્યારે આકાશ સ્વચ્છ હોય ત્યારે સૂર્યાસ્તના વખતે આકાશના સોનેરી પ્રકાશને કારણે અહીંનું વાતાવરણ અદ્દભુત લાગે છે. માઓરી લોકો એ પ્રકાશને “રાકીઉરા' કહે છે. એટલે આ ટાપુને તેઓ “રાકીઉરા” (ચળકતા આકાશવાળા ટાપુ) તરીકે ઓળખે છે. અહીંનું વાતાવરણ અત્યંત શાન્તિમય છે. જેઓને પ્રકૃતિના રમણીય ખોળે શાન્તિ અનુભવવી હોય તેઓને માટે આ પ્રદેશ સ્વર્ગ જેવો છે.
ભારત સાથે સંબંધ - ન્યૂ ઝીલૅન્ડ ભારતથી દસેક હજાર માઈલ દૂર આવેલો દેશ છે. છતાં, ભારત સાથેનો એનો સંબંધ ઘનિષ્ઠ રહેલો છે. બ્રિટિશ સામ્રાજ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org