________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
૧૩૭
નહિ જેવી બચતમાંથી પોતાનો જીવનવ્યવહાર ચલાવતા. નવા નવા ગ્રંથો ખરીદીને વસાવવાનો યુગ હવે પૂરો થયો હતો. પોતાની પાસેના હવે બિનજરૂરી થએલા ગ્રંથો પુસ્તકવિક્રેતાઓને આપીને બદલામાં નવા ગ્રંથો લેવાનું ચાલુ થયું હતું. હીરાલાલભાઈનું જીવન એકદમ સાદું અને સંયમી હતું. એમાં એમના પત્ની ઇન્દિરાબહેનનો ઉષ્માભર્યો સહકાર રહેતો. હીરાલાલભાઈ કહેતા કે “હું લમી (ઇન્દિરાનો એક અર્થ લક્ષ્મી) પતિ હોવા છતાં મારે અને લક્ષ્મીને કાયમ બારમો ચંદ્રમા રહ્યો છે.” હીરાલાલભાઈ હાથે ધોયેલાં સૂતરાઉ ખાદીનાં સફેદ પહેરણ, ધોતિયું અને ટોપી પહેરતા. એમનો જીવનવ્યવહાર સંતોષપૂર્વક ચાલતો. આવી નબળી આર્થિક સ્થિતિમાં પણ એમણે ધન માટે ક્યાંય લોલુપતા કે લાચારી બતાવી નથી. એમનાં દીકરા-દીકરી સૂરત બહાર નોકરીએ લાગી ગયાં હતાં. એટલે એમની જવાબદારી કે ચિંતા પોતાને માથે રહી નહોતી. આવા દિવસોમાં પણ હીરાલાલભાઇની વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ યથાવત્ રહી હતી. સૂરતમાં એમને ઘરે જ્યારે જ્યારે હું ગયો છું ત્યારે આ મેં નજરે નિહાળ્યું છે. જે દિવસે કોઈ લેખ તૈયાર થઈ જાય તે દિવસે આનંદ આનંદ. રોજ સવારથી તેઓ લેખનકાર્યમાં લાગી ગયા હોય. બપોરના ભોજન પછી પણ એ ચાલુ હોય. સાંજના ચાર વાગ્યા પછી રોજ નિયમિત તેઓ નજીકના કોઈક ઉપાશ્રયે જઇને કોઇક સાધુભગવંત સાથે જ્ઞાનગોષ્ઠી કરતા અથવા કોઈ ગ્રંથાલયમાં જઈ ગ્રંથો વાંચતા. આ રીતે એમનો દિવસ પૂરો થતો. તેઓ રાતના વહેલા સૂઈ જતા. ઉજાગરો ભાગ્યે જ કરતા. નાટક-સિનેમા જોતા નહિ અને સગાસંબંધીઓને ત્યાં અનિવાર્ય હોય તો જ જતા.
હીરાલાલભાઇને વિદ્યાવ્યાસંગની એટલી બધી બઘી ધૂન હતી કે કેટલીક વાર તો તેઓ એમાં જ ખોવાયેલા રહેતા. ગણિતના વિદ્યાર્થી અને અધ્યાપકને જ્યાં સુધી કોઈ દાખલાનો જવાબ ન જડે ત્યાં સુધી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org