SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ દાખલો એમના મનમાં રમ્યા જ કરતો હોય તેવું હીરાલાલભાઇના જીવનમાં પહેલાં ગણિતમાં અને પછી સાહિત્ય સંશોધનના વિષયમાં પણ બનતું. તેઓ ખાતા હોય ત્યારે ખબર ન હોય કે ભાણામાં શું પીરસાયું છે. એમને હાવું હોય તો ઇન્દિરાબહેન બાથરૂમમાં પાણી, સાબુ, ટુવાલ, કપડાં વગેરેની બધી તૈયારી કરી આપે ત્યારે હીરાલાલભાઈ સ્નાન કરે. આ રીતે પોતાના ધૂની લેખક પતિની ઘણી જવાબદારી ઇન્દિરાબહેને સ્વેચ્છાપૂર્વક હોંશથી ઉપાડી લીધી હતી. લેખનકાર્યમાં પણ ઇન્દિરાબહેને પુસ્તકો ગોઠવવાં, લેખોની ફાઈલો રાખવી વગેરે ઘણી મદદ જીવનભર હીરાલાલભાઈને કરી હતી અને ઓછી આવક થઈ ગઈ ત્યારે પણ ઘર સારી રીતે સંભાળી લીધું હતું. એમણે એક ભારતીય સન્નારીનો આદર્શ પૂરો પાડ્યો હતો. નિવૃત્તિનાં વર્ષોમાં આર્થિક સંજોગોને કારણે હીરાલાલભાઈમાં કેટલીક વ્યાવહારિક સ્પષ્ટતા આવી ગઈ હતી. એક વખત હું મારા એક પત્રકાર મિત્ર સાથે સૂરતમાં એમને ઘરે મળવા ગયો હતો. મેં મારા પત્રકાર મિત્રનો પરિચય કરાવ્યો. પછી પત્રકાર મિત્રે પોતાના સામયિકની એક નકલ એમને આપી. નકલ જોઇ લીધા પછી એમણો એ પત્રકાર મિત્રને પાછી આપી. પત્રકારે કહ્યું, “આપ રાખો, આપને માટે એ ભેટનકલ છે.' હીરાલાલભાઇએ કહ્યું, “ભેટનકલ પણા હું રાખતો નથી. મને એવા અનુભવો થયા છે કે ચાર છ મહિના સામયિક ભેટ તરીકે મોકલ્યા પછી પત્રકારો તરફથી લવાજમ ભરવા માટેના ઉપરાઉપરી કાગળો આવતા હોય છે. ક્યારેક તો કડવો ઠપકો પણ આપતા હોય છે. એટલે મેં નકકી કર્યું છે કે કોઈ સામયિકની ભેટનકલ પણ ન લેવી. ટપાલમાં આવતાં સામિયકો હું ટપાલીને પાછાં આપી દઉં છું. તંત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાનું મને ન પરવડે. એટલે તમારું સામયિક પાછું આપ્યું છે તેથી માઠું ન લગાડશો. એક વખત એવો હતો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy