SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યૂ ઝીલૅન ૧૦૫ હિમાચ્છાદિત શિખરો હોય ત્યાં હિમનદીઓ-ગ્લેશિયર પણ હોય. ન્યૂ ઝીલૅન્ડમાં ફોક્સ ગ્લેશિયર, ફાન્ઝ જોસેફ ગ્લેશિયર, ટામાન ગ્લેશિયર વગેરે હિમનદીઓ જાણીતી છે. સાહસિકો પગે ચાલીને આ ગ્લેશિયર પર જાય છે. કેટલાક પ્રવાસીઓ હેલિકોપ્ટરમાં પણ ત્યાં જઈ શકે છે. નદીઓ અને સરોવરો ન્યૂ ઝીલૅન્ડ લાંબો પણ સાંકડો દેશ છે. એના મધ્ય ભાગમાં પર્વતો અને સરોવરો આવેલાં છે. એટલે ત્યાં નદીઓ લંબાઈમાં નાની અને સાંકડી છે. પર્વતવિસ્તારમાંથી નીકળી ત્વરિત ગતિએ ધસમસતી તે સમુદ્રને મળે છે. ન્યૂ ઝીલૅન્ડની નદીઓ બહુ ઊંડી ન હોવાથી એનો જલમાર્ગ તરીકે ખાસ વિકાસ થયો નથી. પરંતુ વિજળીના ઉત્પાદન માટે એનો ઉપયોગ થાય છે. ઉત્તર દ્વીપમાં આવેલી વાઈકાતો નદી ન્યૂ ઝીલેન્ડની મોટામાં મોટી-ર૭૦ માઇલ-લાંબી નદી છે. તે ટાઉપો નામના સરોવરમાંથી નીકળી ઓકલેન્ડ પાસે સમુદ્રને મળે છે. કલુથા, વાંગાનુઈ વગેરે બીજી મોટી નદીઓ છે. ન્યૂઝીલેન્ડ સરોવરોનો દેશ છે. એનાં સરોવરો પર્વતીય વિસ્તારમાં આવ્યાં છે. એમાં મોટામાં મોટું સરોવર ટાઉપો છે. ઉત્તર દ્વિીપની વચ્ચે તે આવેલું છે. એમ મનાય છે કે આશરે બે હજાર વર્ષ પહેલાં અહીં જ્વાળામુખી ફાટ્યા પછી જે વિશાળ દ્રોણ થયો તેમાં આસપાસના વિસ્તારોમાંથી પાણી ભરાતાં આ સરોવર બન્યું છે. ટાઉપો હવાખાવાના, સહેલગાહના, જલરમતો માટેના અને મત્સ્ય-શિકારના એક સ્થળ તરીકે મશહૂર છે. એની પાસે તાઉહાસ પર્વત આવેલો છે. ત્યાંથી આસપાસનું રમણીય દશ્ય નિહાળવાનું ગમે એવું છે. વળી, પાસે આવેલી વાઈકાતો નદીનો પ્રવાહ એક સ્થળે ધોધની જેમ વહે છે, જે હુકા ધોધ તરીકે ઓળખાય છે. પ્રવાસીઓ માટેનું એ એક અનેરું આકર્ષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy