SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૩ (તારાનાકીના) પ્રદેશમાં નેશનલ પાર્ક છે. પૂર્વ બાજુ ઘેટાંઓના ચરણનો પ્રદેશ અને દૂધની ડેરીઓ છે. ઉત્તર અને દક્ષિણ દ્વીપની વચ્ચે કૂકની સામુદ્રધુની છે. દક્ષિણ હીપના ઉત્તર પ્રદેશમાં નેલસન અને માર્લબરો વિસ્તારમાં ગીચ ઝાડી હોવાથી ત્યાં નેશનલ પાર્ક કરવામાં આવ્યો છે. પશ્ચિમના પ્રદેશમાં તથા કેન્ટરબરી અને ઓટાગો વિસ્તારમાં જંગલો છે. ત્યાં પણ નેશનલ પાર્ક છે તથા હિમાચ્છાદિત શિખરો છે. સર્વોચ્ચ પર્વત માઉન્ટ કૂક આ વિસ્તારમાં છે. તદુપરાંત મિલફર્ડ સાઉન્ડ વગેરે પ્રવાસીઓ માટેનાં આકર્ષક સ્થળો પણ આ વિસ્તારમાં છે. છેક દક્ષિણે સ્ટુઅર્ટ ટાપુમાં વસતી નહીં જેવી છે. ૧૦૪ પર્વતો ન્યૂ ઝીલૅન્ડ સુષુપ્ત-ઠરી ગયેલા જ્વાળામુખી પર્વતો અને હિમાચ્છાદિત શિખરોનો પ્રદેશ છે. કોઈ કોઈ જ્વાળામુખી ક્યારેક સક્રિય થઈ જાય છે. જ્વાળામુખીઓ હોવાને કારણે ત્યાં હળવા પ્રકારના ધરતીકંપ પા વરસમાં સોએક જેટલા થાય છે. દક્ષિણ દ્વીપનાં હિમાચ્છાદિત શિખરોને સધર્ન આલ્સ કહેવામાં આવે છે. ‘આલ્પ’ શબ્દનો સાદો અર્થ થાય છે ઉત્તુંગ, હિમાચ્છાદિત પર્વત. યુરોપમાં સ્વિટ્ઝર્લેન્ડમાં આલ્પ્સ છે. એટલે યુરોપીય શોધસફરીઓએ દક્ષિણ ગોળાર્ધમાં આવેલાં આ હિમશિખરો માટે ‘સધર્ન આલ્પ્સ’ એવું નામ આપ્યું છે. ન્યૂ ઝીલૅન્ડમાં દસ હજાર ફૂટથી વધુ ઊંચા એવા સત્તર પર્વતો છે. એમાં સૌથી ઊંચો પર્વત માઉન્ટ કૂક છે. એની ઊંચાઈ હાલ ૧૨,૩૧૫ ફૂટ છે. (પહેલાં એની ઊંચાઈ ૧૨,૩૪૯ ફૂટની હતી, પરંતુ હિમશિખરનો ઉપરનો ભાગ તૂટી પડતાં ઊંચાઈ ઘટી છે.) માઉન્ટ કૂકના હિમાચ્છાદિત શિખર પર પ્રવાસીઓને ઊતરવા માટે હેલિકોપ્ટરની સુવિધા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy