SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૨૯ વખત આવ્યો. અલબત્ત ત્યાર પછી એમને તરત બીજે નોકરી મળી ગઈ. પણ મનમાં ખાતરી થઈ ગઈ કે આગળ જતાં મુશ્કેલી આવશે. આથી એમણે પોતાનું ધ્યાન પ્રાકૃત ભાષા તરફ વાળ્યું. એવામાં પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરની જાહેરાત આવી. તેઓને સરકાર તરફથી મળેલી જૈન ધર્મની, અર્ધમાગધીમાં લખાયેલી હસ્તપ્રતોનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરાવવું હતું. એ માટે હીરાલાલભાઈએ અરજી કરી અને બી.એ. તથા એમ.એ.માં એમનો અર્ધમાગધી વિષય ન હોવા છતાં ન એમની એ વિષયની સજ્જતા જોઈને હસ્તપ્રતોના કામ માટે સંસ્થાએ એમની નિમણૂંક કરી હતી, ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં ૧૯૩૦થી ૧૯૩૬ના ગાળા સુધીમાં થોડો થોડો વખત મુંબઈથી પૂના જઈને અને ત્યાં રહીને એમણે હસ્તપ્રતોનું કામ કરવા માંડ્યું હતું. એ રીતે તેઓ બધું મળીને સાડા ત્રણ વર્ષ પૂનામાં રહ્યા હતા. ત્યાં એમણે એ સંસ્થાની જૈન ધર્મની સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલી આશરે સાડાત્રણ હજાર હસ્તપ્રતોનું સૂચીપત્ર (Descriptive Catalogue) તૈયાર કરી આપ્યું, જે એ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલું છે. આ રીતે સાડા ત્રણ હજાર હસ્તપ્રતોનાં પાનેપાનાં એમના હાથમાં ફરી ગયાં. હસ્તપ્રતોની લિપિ વાંચવાનું કામ ઘણું શ્રમભરેલું છે. આ કામ કરવાથી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની એમની સજ્જતા વધતી ગઈ. એમનું શબ્દજ્ઞાન પણ વધતું ગયું. પ્રાકૃત ભાષાનો એમણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. એ વિષયમાં એમણે કોઈ ડિગ્રી પણ મેળવી નહોતી. એમ છતાં કુટુંબના સંસ્કાર, દઢ મનોબળ, ખંત, ઉત્સાહ, સૂઝ ને અભ્યાસથી એમણે પ્રાકૃત-અર્ધમાગધી ભાષા પર, અસાધારણ પ્રભુત્વ મેળવી લીધું હતું. એમાં પૂનાના હસ્તપ્રતોના કામે ઘણી સહાય કરી. પ્રાકૃત ભાષા માટે એમની પ્રીતિ એટલી બધી વધી ગઈ કે એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy