SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રવ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૨૭ યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધનો વિષય હતો “માબાપની છોકરાઓ પ્રત્યેની ફરજ અને છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ'. આ સ્પર્ધામાં એમનો નિબંધ સર્વશ્રેષ્ઠ ગણાયો હતો અને એમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. શાળામાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી ઈંદિરાબહેને ઘરે રહીને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી એમણો ઈ.સ. ૧૯૧૭માં પોતાની જ્ઞાતિના એ જ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં “પોતે કરેલા ખાસ પ્રવાસનું વર્ણન' એ વિષય પર નિબંધ લખી પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું. ૧૯૧૮માં એમ.એ. થયા પછી હીરાલાલભાઈને મુંબઈની વિલસન કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે નિમણૂક મળી હતી. એ દિવસોમાં શાળા અને કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરનાર માટે બી.ટી. (આજની બી.એડ.)ની ડિગ્રી ફરજિયાત હતી. હીરાલાલભાઈ પાસે એ ડિગ્રી નહોતી. પરંતુ અરજી કરનાર ઉમેદવારોમાં તેમના માર્ક્સ સૌથી સારા હતા અને એમનો ઈન્ટરવ્યુ પણ એવો સારો ગયો હતો કે કૉલેજે યુનિવર્સિટીની ખાસ પરવાનગી મેળવીને બી.ટી.ની ડિગ્રી વગર ગણિતના પ્રાધ્યાપક તરીકે એમની નિમણૂક કરી હતી. કૉલેજમાં નોકરી મળતાં તેઓ ઈંદિરાબહેન સાથે મુંબઈ રહેવા આવ્યા હતા. ભૂલેશ્વરમાં ભગતવાડીમાં તેમણે એક મકાનમાં ત્રીજે માળે ડબલ રૂમ ભાડે રાખી હતી. તેઓ ત્યાંથી પગે ચાલીને રોજ વિલસન કૉલેજમાં જતા. એ દિવસોમાં તેઓ કોટ, પેન્ટ, ટાઈ, બુટ, મોજાં વગેરે પહેરતા. ઘરમાં પહેરા અને ધોતિયું પહેરતા. તેઓ ધાર્મિક વૃત્તિના હતા એટલે કૉલેજમાં જતાં પહેલાં રોજ સવારે નાહીને પાસે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ કે ગોડીજી પાર્શ્વનાથના દેરાસરે પૂજા કરવા જતા. સવારના શાક વગેરે લાવવાનું કામ પણ જાતે કરતા. વિલસન કૉલેજમાં ભણાવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy