________________
ર0
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
-
માર્યા, અથડાવ્યા, સામે આવતાને હયા હોય.
(૨) વરિયા-એટલે વર્તિતા, એટલે કે ધૂળ વડે ઢાંક્યા હોય અથવા ઢંકાયા હોય.
(૩) લેસિયા-એટલે શ્લેષિત, આશ્લેષિત. એટલે કે ભીસ્યા હોય, ભોંય સાથે ઘસ્યા હોય કે ઘસાયા હોય અથવા મસળ્યા હોય.
(૪) સંઘાઈઆ-એટલે સંઘાહિત કર્યા હોય. અર્થાત્ પરસ્પર શરીર દ્વારા અફળાવાયા હોય, એકઠા કર્યા હોય.
(૫) સંઘઢિયા-એટલે સંઘટિત એટલે થોડા સ્પર્શથી દુભવ્યા હોય.
(૬) પરિયાવિયા-એટલે પરિતાપિતા અર્થાત્ પરિતાપ ઉપજાવ્યો હોય, દુ:ખ આપ્યું હોય, કષ્ટકલેશ કરાવ્યો હોય, હેરાન-પરેશાન કર્યા હોય.
(૭) કિલામિયા-એટલે કુલામિત કર્યા હોય, ખેદ પમાડ્યો હોય, અધમૂઆ કે મૃત:પ્રાય કરી નાખ્યા હોય.
(૮) ઉદ્દવિયા એટલે ઉપદ્રવિત અથવા અવદ્રાવિત કર્યા હોય અર્થાત્ ગભરાવ્યા હોય, થરથરાવ્યા હોય, ત્રાસ આપ્યો હોય, બીક બતાવી હોય.
(૯) ઠાણાઓ ઠાણાં સંકામિયા-એટલે સ્થાનાતું સ્થાન સંક્રામિતા. અર્થાત્ એક સ્થાનેથી બીજે સ્થાને સંક્રમિત કર્યા હોય, મૂક્યા કે ફેરવ્યા હોય અથવા પોતાના સ્થાનેથી વિખૂટા પાડી દીધા હોય.
(૧૦) જીવિયાઓ વવરોવિયા-જીવિતથી વપરોપિતિ કર્યા હોય એટલે કે છૂટા કર્યા હોય. અર્થાત્ જીવથી માર્યા હોય, મારી નાખ્યા હોય.
ઈરિયાવહી સૂત્ર (૧) ઈચ્છામિ (2) પડિક્કમિઉ (૩) ઈરિયાવહિયાએ અને (૪) વિરાહાએ આ ચાર પદોના વિસ્તારરૂપે છે. સૂત્રમાં મુખ્ય ચાર વિભાગ પડે છે અને સૂત્રમાં સાત સંપદાઓ છે.
ઈરિયાવહી સૂત્ર “ઈચ્છાકારેણા' શબ્દથી શરૂ થાય છે. ત્યારપછી પણ એમાં “ઈચ્છે” અને “ઈચ્છામિ' શબ્દો આવે છે. આ બતાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org