________________
ઈરિયાવહી (ઐર્યાપથિકી)
ઈરિયાવહી'માં ઈચ્છાના પ્રકારની સામાચારી છે. જૈન ધર્મવિધિઓ કે આચારો વિશે શાસ્ત્રોમાં દસ પ્રકારની સામાચારી આ પ્રમાણે બતાવવામાં આવી છે : (૧) ઈચ્છા, (૨) મિચ્છા, (૩) આવિસ્મયા, (૪) નીસીહિ, (૫) છંદશા, (૬) તહરિ, (૭) પૃચ્છા, (૮) પ્રતિપૃચ્છા, (૯) ઉપસંપદા અને (૧૦) નિમંત્રણા.
ઈરિયાવહીમાં “ઈચ્છા” સામાચારી છે. એટલે કે શિષ્યની ઈચ્છા હોય તો ગુરુ આજ્ઞા આપે અને આજ્ઞા આપવાની ગુરુની ઈચ્છા હોય તો તેઓ આજ્ઞા આપે. આ સામાચારીમાં કોઈ આગ્રહ હોતો નથી.
ઈરિયાવહી' એ “ઈચ્છા'ના પ્રકારની સામાચારી હોવાથી શિષ્ય સ્વેચ્છાએ તે માટે ગુરુની આજ્ઞા માગે છે.
આમ, ઈરિયાવહી એટલે સંક્ષિપ્ત અથવા વધુ પ્રતિક્રમણ.
ઈરિયાવહી પ્રતિક્રમણનનો આ વિધિ આલોચના-પ્રતિક્રમાનો જઘન્યમાં જઘન્ય વિધિ છે, કારણ કે એમાં સામાન્ય નિમિત્તોથી થયેલા નાના દોષોનું તરત પ્રતિક્રમણ કરવાનું હોય છે. (મોટા દોષોની શુદ્ધિ માટે મોટા પ્રતિક્રમણની જુદી જુદી વિધિઓ છે.) આ વિધિમાં તરત લાગેલાં તાજાં કર્મોને ખંખેરી નાખવાનાં હોય છે. મન, વચન અને કાયાના વિવિધ યોગોથી ભારે અને હળવાં કર્મો બંધાય છે. ક્યારેક મોટા કષાયો થાય છે. પરંતુ સામાન્ય ગમનાગમનમાં મુખ્યત્વે હિંસાનો દોષ લાગે છે. ઈચ્છા હોય કે ન હોય, ગમનાગમનામાં વિશેષતઃ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની વિરાધના અવશ્ય થાય છે. એકંદરે તે અજાણતાં, અહેતુપૂર્વક થાય છે, તો ક્યારે જાણતાં અને હેતુપૂર્વક થાય છે. એવાં તાજાં બંધાયેલાં નાનાં કર્મોનો ક્ષય માટે આ આલોચના-પ્રતિક્રમણની વિધિ “ઈરિયાવહી' છે.
જૈન સાધુ-સાધ્વીઓ માટે પાંચ મહાવ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એને અષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org