________________
ઈરિયાવહી (એર્યાપથિકી)
ચોરેન્દ્રિય જીવોને આઠ પ્રાણા હોય છે : ત્વચા, જીભ, નાક, આંખ, કાયયોગ, વચનયોગ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય.
ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં પુષ્પાદિની સુગંધ લેનાર ભમરા, ભમરી, મધમાખી વગેરે, પાણી, કીચડ વગેરેમાં ઉત્પન્ન થનાર મચ્છરો, ગંદકીમાં ઉત્પન્ન થનાર માખી, ડાંસ વગેરે, છાણ વગેરેમાં ઉત્પન્ન થનાર વીંછી, ઘોડાના તબેલામાં ઉત્પન્ન થનાર બગાઈ, દીવાબત્તી પાસે આવનાર પતંગિયાં, ખેતરમાં ધાન્ય ખાઈ જનાર તીડ, જાળામાં રહેનાર કરોળિયા, અંધારામાં રહેનાર વાંદા, કંસારી વગેરે પ્રકારના જીવો ગણાવવામાં આવે છે.
પચિદિયા” એટલે પંચેન્દ્રિય, પાંચ ઈન્દ્રિયવાળા જીવો. તેઓને પાંચે ઈન્દ્રિયો-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય હોય છે.
પંચેન્દ્રિય જીવો મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારકી એ ચારે ગતિમાં હોય છે.
પંચેન્દ્રિયના સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એવા બે પ્રકારો છે. દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને સંજ્ઞી પંચેન્દ્રિય ગણાવામાં આવે છે અને તેઓને દસ પ્રાણા હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સંમૂર્છાિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યને મનોબળ ન હોવાથી નવ પ્રાણા હોય છે. કેટલાક સંમૂર્છાિમ મનુષ્યોને વચનબળ પણ હોતું નથી. તેઓને આઠ પ્રાણ હોય છે. કેટલાક સંમૂર્છાિમ જીવો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂરી કર્યા વગર મૃત્યુ પામે તો તેમને સાત પ્રાણા હોય છે.
આ જીવોની ઈરિયાવહી સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણો દસ પ્રકારે વિરાધના થાય છે એટલે કે તેમને દુ:ખ, કષ્ટ અપાય છે અને એ દ્વારા પાપકર્મ બંધાય છે. એ નીચે પ્રમાણે છે :
(૧) અભિયા-એટલે અભિહતા. એટલે કે લાતે મરાયા, ઠોકરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org