________________
૧૮
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩
બિઈંદિયા'—એટલે બે ઈન્દ્રિયવાલા જીવો. તેઓને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય (જીભ) એ બે ઈન્દ્રિયો હોય છે. તે પણ તિર્યંચ કહેવાય છે.
બે ઈન્દ્રિયવાળા જીવોને છ પ્રાણ હોય છે: (૧) શરીર (સ્પર્શેન્દ્રિય) (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) શરીરબળ (કાયયોગ), (૪) વચનબળ (વચનયોગ), (૫) શ્વાસોચ્છવાસ અને (૬) આયુષ્ય.
બેઈન્દ્રિય જીવોમાં લોહી ચૂસનારા જળો વગેરે, વરસાદમાં ઉત્પન્ન થનારાં અળસિયાં વગેરે, વાસી અને એંઠા અન્નજળમાં ઉત્પન્ન થનારાં લાળિયાં, પેટમાં ઉત્પન્ન થનારાં નાના જીવો તે કરમિયાં અને મોટા તે ગડોલા, પાણીમાં ઉત્પન્ન થનારા પોરા, સમુદ્રમાં ઉત્પન્ન થનારા શંખ, કોડા વગેરે, લાકડામાં ઉત્પન્ન થનારા કીડા તે મેહરિ વગેરે ગણાય છે.
“તે ઈંદિયા એટલે ત્રણ ઈન્દ્રિયવાળા જીવો. તે પણ તિર્યંચ કહેવાય
છે.
ત્રણ ઈન્દ્રિયવાળા જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય હોય છે.
ત્રણા ઈન્દ્રિયવાળા જીવોને સાત પ્રાણ હોય છે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, કાયયોગ, વચનયોગ, શ્વાસોચ્છુવાસ અને આયુષ્ય.
ત્રણા ઈન્દ્રિયવાળા જીવોમાં માણસના માથામાં ઉત્પન્ન થનાર જૂ, શરીરના મેલમાં ઉત્પન્ન થનાર સફેદ જૂ, ઝાડનાં થડ વગેરેમાં થનાર મંકોડા, પથારીમાં ઉત્પન્ન થનાર માંકડ, કાનમાં પેસી જનાર કાનખજૂરા, મીઠાઈ-ગળપણમાં થનાર વિવિધ પ્રકારની રાતી, કાળી કીડી, અનાજમાં ઉત્પન્ન થનાર ધનેડા, ઈયળ વગેરે તથા બીજી ઘણી જાતના જીવો છે.
ચરિંદિયા અથવા ચોરેંદિયા એટલે ચતુરિન્દ્રિય, ચાર ઈન્દ્રિયવાળા જીવો. તે પણ તિર્યંચ ગતિના જીવ તરીકે ગણાય છે.
ચાર ઈન્દ્રિયવાળા જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાપોન્દ્રિય અને ચક્ષુઈન્દ્રિય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org