________________
દુધામૃત
૩૫
થાય છે.
દૂધ ગાય-ભેંસ વગેરેના શરીરમાંથી નીકળે છે-Animal Product છે માટે તે માંસ બરાબર છે એવો વિચાર ભ્રમભરેલો છે. દૂધ વાત્સલ્યભાવનું પ્રતીક છે. દોહતી વખતે ગાયભેંસ વેદનાથી ચીસાચીસ નથી કરતી, પણ શાન્તિથી ઊભી રહી દોહવા દે છે. જ્યાં દોહનાર સ્ત્રી-પુરુષ સાથે એને મમતા બંધાઈ જાય છે ત્યાં તો દોહવાના સમયે એ ઉત્સુકતાપૂર્વક રાહ જોતી હોય છે અને દોહનારને જોતાં જ હર્ષઘેલી બની જાય છે. વળી દોહરાવતી વખતે પણ તે શાન્ત, આજ્ઞાંકિત બની દોહનારની સૂચના પ્રમાણે આઘીપાછી થાય છે. જેઓને ગાય, ભેંસ, બકરી વગેરે દોહવાનો દીર્ધકાળનો અનુભવ હશે તેઓ આ વાતની સાક્ષી પૂરશે. વળી દૂધની સરખામણી માંસ સાથે નહિ થઈ શકે કારણ કે દૂધની ઉત્પત્તિ તો ફક્ત માદાના શરીરમાં જ થાય છે. નર-પશુના શરીરમાંથી દૂધની ઉત્પત્તિ થતી નથી. માંસાહારી લોકો માંસ તો નર અને માદા બંનેનું ખાય છે. દૂધ એ જો માંસ હોય, તો પછી તે ફક્ત માદાનું જ કેમ હોઈ શકે ?
આયુર્વેદ પ્રમાણે આપણે જે આહાર લઈએ છીએ તેમાંથી શરીરમાં ઉત્તરોત્તર ક્રમાનુસાર રૂપાંતર થતું જાય છે. આ ક્રમ છે : (૧) રસ, (૨) રક્ત, (૩) મેદ (ચરબી), (૪) માંસ, (૫) અસ્થિ (હાડકાં), (૬) મજ્જાની (હાડકાં વચ્ચેનો પદાર્થ-Marro) અને (૭) શુક્ર (વીર્ય). શરીરમાં આ સપ્ત ધાતુનું ક્રમે ક્રમે નિર્માણ થાય છે. અને તે જો બરાબર સચવાય, (ખાસ કરીને વીર્ય સચવાય) તો તેમાંથી ઓજસ્ તત્ત્વ થાય છે. આ સપ્ત ધાતુમાં દૂધનો ક્યાંય ઉલ્લેખ નથી. એનો અર્થ એ થયો કે શરીરમાં દૂધનું ઉત્પન્ન થવું અનિવાર્ય નથી. એટલે એનો અર્થ એ થયો કે દૂધનો આહાર માંસાહાર નથી. આયુર્વેદમાં વનસ્પત્યાહાર અને માંસાહારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં દૂધને માંસાહાર તરીકે ઓળખાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org