________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
નથી, તેમાં દૂધને સાત્વિક આહાર તરીકે અને માંસને તામસી આહાર તરીકે ઓળખાવ્યાં છે.
પૃથ્વી પર મનુષ્યોમાં આહાર તરીકે પાણી પછી બીજે નંબરે લેવાતું પ્રવાહી તે દૂધ છે. દુનિયામાં અનેક ગરીબ લોકો દૂધથી વંચિત રહે છે એ સાચું, તો પણ દુનિયામાં સરેરાશ દૂધનું ઉત્પાદન એટલું બધું હોય છે કે પછી વધારાના દૂધમાંથી દહીં, માખણ, ઘી, ચીઝ, દૂધનો પાવડર ઈત્યાદિ બનાવવાની ફરજ પડે છે. પછી તો એ વ્યવસાય બની જાય છે.
દૂધને માંસ સાથે નહિ સરખાવી શકાય કારણ કે દરેક પ્રાણીના શરીરમાં દૂધ હોતું નથી. ફક્ત સ્ત્રીઓમાં અને સ્તનપાન કરાવતાં માદા પ્રાણીઓનાં શરીરમાં જ દૂધ ઉત્પન્ન થાય છે. વળી તે પણ કાયમ ઉત્પન્ન થતું રહેતું નથી. જે સ્ત્રી કે સસ્તન માદા પ્રાણી સંતાનને જન્મ આપવાનાં હોય ત્યારે જ એના શરીરમાં દૂધ ઉત્પન્ન થાય છે. અને તે સ્તનપાન કરાવવાના સમય પૂરતું જ શરીરમાં ઉત્પન્ન થાય છે. આમ, માતાનું દૂધ વાત્સલ્યભાવ સાથે અનિવાર્ય રીતે જોડાયેલું છે. જ્યાં વાત્સલ્યભાવ હોય ત્યાં કૂરતા ન હોય. એટલે દૂધને માંસ સાથે સરખાવવું વ્યાજબી નથી.
ગાય-ભેંસ વગેરેના શરીરમાં જે દૂધ ઉત્પન્ન થાય છે તેનું પ્રમાણ એટલું બધું હોય છે કે તેનાં બચ્ચાંને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહ્યા પછી પણ વધે છે. કુદુરતની એવી રચના છે કે વધારાનું દૂધ ઢોરના શરીરમાં રહી જાય તો એ એના સ્વાથ્યને નુકસાન પહોંચાડે છે. વળી દૂધ ફક્ત પાળેલાં ઢોરોનું જ લેવાય છે, જંગલમાં રખડતાં ઢોરોનું નહિ, પાળેલાં ઢોરને સારો ઘાસચારો, કપાસિયા વગેરેનો આહાર આપવામાં આવે તો તે વધુ દૂધ આપે છે. એટલે બચ્ચાંને ખાવાનું દૂધ માણસ ખાઈ જાય છે અથવા બચ્ચાંના ભોગે માણસ મોજ કરે છે એ દલીલમાં તથ્ય નથી. ક્યાંક અયોગ્ય ઘટના નહિ બનતી હોય એવું નથી, પણ સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org