________________
દુગ્ધામૃત
૩૭
*
રીતે તો બચ્ચાની માવજત જ થાય છે. વળી ઢોર પાળવાની પ્રથા અને પાંજરાપોળોની વ્યવસ્થાને કારણે ઢોરોને જંગલમાં હિંસક પ્રાણીઓ ફાડી ખાય એવી ઘટના ઓછી બને છે અને મહાજનો દ્વારા થયેલી પાંજરાપોળની વ્યવસ્થાને લીધે ઢોરો કતલખાને ઓછાં જાય છે. એમાં પણ અહિંસાની, કરુણાની ભાવના રહેલી છે. વસ્તુતઃ આદિકાળના શિકારી માંસાહારી લોકોમાંથી કેટલાકે નિર્દય માંસાહારમાંથી બચવા માટે ખેતી, પશુપાલન અને દૂધના વપરાશ દ્વારા અન્નાહારની પ્રથા ઊભી કરી એમ મનાય છે. જેને માન્યતા પ્રમાણે ભગવાન ઋષભદેવે લોકોને આ પદ્ધતિ શીખવી હતી.
ભારતમાં લાખો, કરોડો માણસોને પોતાનાં પાળેલાં ઢોર સાથે સ્વજન જેવી લાગણી અનુભવવા મળે છે. બીજી બાજુ માંસ માટે ઢોરની જે કતલ કરવી પડે છે એમાં નિર્દયતા રહેલી છે. ઢોર એ વખતે પૂજે છે, ભયથી વિહ્વળ બની જાય છે, તે ચીસાચીસ કરે છે, એને ઝાડો પેશાબ છૂટી જાય છે, અસહ્ય વેદના તે અનુભવે છે. માંસાહારની એ ખાસિયત છે કે રસ્તામાં કોઈ મરેલા પડેલા ઢોરનું માંસ માંસાહારી માણાસોથી ખાઈ શકાતું નથી, પણ જીવતા ઢોરની કતલ કરીને જ એનું માંસ ખવાય છે.
આમ ગાયભેંસ વગેરેનું દૂધ મેળવવું અને એનું માંસ મેળવવું એ બે વચ્ચે આભ જમીનનો તફાવત છે. એટલે પ્રાણીના શરીરમાંથી નીકળતું હોવાથી દૂધ એ લોહીમાંસ બરાબર છે એમ કહેવું તે નર્યું અજ્ઞાન છે.
જેઓ વનસ્પત્યાહારી છે અને દૂધ કે તેની બનાવટો લેતા નથી તેમની વાત જુદી છે. તેઓ પ્રશંસાને પાત્ર છે. જે વનસ્પત્યાહારી છે તેઓને દૂધમાંથી પૂરતું પોષણ મળી રહે છે. તેઓને માંસાહારની જરૂર નથી રહેતી. પણ જેઓ માંસાહારી છે તેઓને પણ પૂરતા પોષણ માટે દૂધના આહારની જરૂર પડે છે. દૂધ જો લોહી-માંસનું બનેલું હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org