________________
દુગ્ધામૃત
૩૯
માતાનું દૂધ બાળક માટે એટલું અનિવાર્ય છે કે તે એને જન્મથી જો ન મળે અને ગાયભેંસના દૂધ પર રહેવાનો જો વારો આવે તો બાળકનું આરોગ્ય જોખમાય છે. મૃત્યુની સંભવિતતા રહે છે. પશુઓમાં પણ એવા દાખલા જોવા મળે છે. કોઈ કૂતરી ગલુડિયાંને જન્મ આપીને બેચાર દિવસમાં જ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામી હોય અને દયાળુ લોકો ગલુડિયાંને ગાયભેંસનું દૂધ પાતળું કરીને પીવડાવે તોપણા ગલુડિયાં ઝાઝો વખત જીવતાં રહેતાં નથી. એટલે જો દૂધને માંસાહાર બરાબર ગણવામાં આવે તો મનુષ્ય જન્મથી જ માંસાહારી છે એમ સ્વીકારવું પડે. એટલું જ નહિ તે જન્મથી જ નર (નારી) ભલી (cannibal) છે એમ કહેવાનો વખત આવશે. પરંતુ દૂધ હિંસક નહિ, અહિંસક છે, વાત્સલ્ય અને કરુણાનું પ્રતીક છે. જૈનોના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરના પગે ચંડકૌશિકે જ્યારે ડંખ દીધો ત્યારે તેમના પગમાંથી લોહી ન વહેતાં દૂધ વહ્યું હતું. એ બતાવે છે કે ભગવાનને ચંડકૌશિક જેવા દષ્ટિવિષ સર્પ પ્રત્યે પણ કેવો અપાર વાત્સલ્યભાવ હતો !
જૈન ધર્મ પ્રમાણે સ્તનપાન કરાવતી માતાનું દૂધ અચિત છે. તે હુંફાળું અને જીવાણુરહિત-Bacteria free હોય છે. આર્ય વજસ્વામીએ જન્મ્યા ત્યારથી તે જીવનના અંત સુધી સચિત વાનગીનો આહાર નહોતો કર્યો. તો પછી એમણો જમ્યા પછી માતાનું ધાવણ લીધું હતું કે નહિ ? શાસ્ત્રકારો કહે છે કે એમણે માતાનું ધાવણ લીધું હતું, પણ ધાવણ તો અચિત્ત હોય છે. એટલે વજસ્વામીની વાત સાચી છે. આજે કોઈ ઠેકાણે મેલેરિયા, ટાઈફોઈડ કે એવો બીજો કોઈ ચેપી રોગ ફેલાયો હોય ત્યાં ધાવણા બાળકને લઈ જવાનો પ્રસંગ આવે તો બાળકને ચેપ લાગે કે નહિ ? દાક્તરો-પશ્ચિમના નિષ્ણાત દાક્તરો પણ કહેશે કે બાળક જ્યાં સુધી ફક્ત માતાના ધાવણ પર જ રહેતું હોય અને એને વધારાનું દૂધ કે પાણી આપવામાં ન આવતું હોય તો બાળકને ચેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org