________________
૪૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
. અલ્સર, યોનિ દવાઓ ગાયના કે તે દવ
લાગવાનું કોઈ જ જોખમ હોતું નથી.
દૂધ સંપૂર્ણ આહાર તો છે જ, પણ એનામાં ઔષધીય ગુણો પણ ઘણા બધા છે. જીર્ણજ્વર, ક્ષયરોગ, મૂચ્છ, પાંડુરોગ, સંગ્રહણી, શોષરોગ, દાહ, તૃષારોગ, શૂલ, ઉદાવર્ત, ગુલ્મ, હરસ, પિત્તરોગ, રક્તપિત્ત, અલ્સર, યોનિરોગ, ગર્ભસ્રાવ વગેરે ઘણા રોગોમાં દૂધ અકસીર કામ કરે છે. કેટલીયે દવાઓ ગાયના દૂધમાં બનાવવામાં આવે છે. કેટલીક દવાઓ દુગ્ધાનુપાનની હોય છે એટલે કે તે દવા લીધા પછી દૂધ પીવું જોઈએ કે જેથી તે ગરમ ન પડે. દૂધને વિષાપહર તરીકે ઓળખાવવામાં આવે છે. નિયમિત દૂધ લેનારની રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. આપણે ત્યાં કહેવત છે કે “દૂધે વાળુ જે કરે તે ઘેર વૈદ ન જાય.”
ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઊંટડી, વાઘણ, સિહણ ઈત્યાદિના દૂધના ગુણધર્મોની પરીક્ષા આયુર્વેદમાં કરવામાં આવી છે. વિવિધ પ્રકારના રોગમાં વિવિધ પ્રકારનું દૂધ કેવી રીતે ઉપયોગી છે તેની મીમાંસા તેમાં કરવામાં આવી છે.
યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરેમાં ગાયનું દૂધ વપરાય છે. ભારત, પાકિસ્તાન, બર્મા, ચીન, ઈજિપ્ત વગેરેમાં ગાય કરતાં ભેંસનું દૂધ વધુ ખવાય છે. ભૂમધ્ય સમુદ્રની આસપાસના કેટલાક પ્રદેશોમાં બકરીના દૂધનો ઉપયોગ વધુ થાય છે. નોર્વે, ડેન્માર્ક, સ્વીડન, ફિનલેન્ડ તથા રશિયાની ઉત્તરે રેઈનડિયરનું દૂધ વપરાય છે. દક્ષિણ યુરોપના દેશોમાં ઘેટીના દૂધનો પ્રચાર વધુ છે. જાપાન, કોરિયા વગેરેમાં દૂધનો વપરાશ ઘણો ઓછો છે. ત્યાંના લોકોને હાથે પગે રૂંવાટી ખાસ હોતી નથી. ત્યાં એવી માન્યતા છે કે દૂધ પીવાથી હાથે પગે રૂંવાટી વધે છે. એશિયાના દેશોમાં દૂધનો જેટલો વપરાશ છે તેના કરતાં યુરોપ અમેરિકામાં વધુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org