SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪, સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ પોતાનાં થાણાં સ્થાપવા અને વધારવા માટે વધુ જમીન જોઇતી હતી. તે વખતે વાછતાંગીમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૮૪૦ના રોજ માઓરી લોકો અને ગવર્નર હોવ્સન વચ્ચે સંધિકરાર અને સહીસિક્કા થયા. પરંતુ ત્યાર પછી એક અથવા બીજા બહાના હેઠળ અંગ્રેજો સંધિકરારનો થોડો થોડો ભંગ કરતા ગયા અને પોતાનો પ્રદેશ વધારતા ગયા. - ઇ. સ. ૧૮૫રમાં ન્યૂ ઝીલૅન્ડને થોડી સ્વતંત્ર સત્તા સાંપડી. તેને પોતાની સામાન્ય વિધાનસભા ચૂંટવાનો અધિકાર મળ્યો. ઇ. સ. ૧૮૯૩માં વિધાનસભાની આવી ચૂંટણીમાં મત આપવાનો અને ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો અધિકાર મહિલાઓને પણ આપવામાં આવ્યો. એટલે એમ મનાય છે કે લોકશાહીમાં ચૂંટણીમાં ભાગ લેવાનો મહિલાઓને અધિકાર દુનિયામાં સર્વ પ્રથમ ન્યૂ ઝીલૅન્ડમાં ૧૮૯૩માં અપાયો હતો. ઇ. સ. ૧૮૯૭માં ન્યૂઝીલેન્ડને બ્રિટિશ સંસ્થાનમાંથી “ડોમેનિયન’નું પદ આપવામાં આવ્યું હતું. પહેલા વિશ્વયુદ્ધ પછી ન્યૂ ઝીલૅન્ડને વધુ સત્તા આપવામાં આવી હતી અને બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૪૧માં બ્રિટિશ પાર્લામેન્ટ ન્યૂઝીલેન્ડ માટે કાયદા ઘડવાની પોતાની સત્તા જતી કરી અને ત્યાર પછી એ સત્તા ન્યૂ ઝીલૅન્ડને આપવામાં આવી હતી. અલબત્ત, હજુ તે બ્રિટિશ દોરવણી પ્રમાણે જ રાજ્ય કરતું રહ્યું હતું. ૧૯૮૦ પછી ન્યૂ ઝીલેન્ડે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના રાજકારણમાં ભાગ લેવો ચાલુ કર્યો હતો. માઓરી ન્યૂ ઝીલૅન્ડમાં પ્રાચીન સમયથી રહેતી આદિવાસી પ્રજા તે માઓરી લોકો છે. જ્યારે અંગ્રેજોએ ન્યૂ ઝીલૅન્ડમાં વસવાટ કર્યો નહોતો અને ન્યૂ ઝીલેન્ડની શોધ થઈ નહોતી તે પૂર્વે ન્યૂ ઝીલૅન્ડમાં રહેનારા લોકો તે માઓરી આદિવાસીઓ છે. મારીઓમાં જુદી જુદી જાતિઓ છે તે બધી સંપીને રહે છે. ન્યૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy