________________
ઈરિયાવહી (એર્યાપથિકી)
કુલ ૫૬૩ પ્રકારના જીવો ગણાવવામાં આવે છે.
શ્રી શાન્તિસૂરિકત “જીવ વિચાર પ્રકરણમાં અને જીવવિચાર વિશેના અન્ય ગ્રંથોમાં સંસારના સમસ્ત જીવોના ૫૬૩ પ્રકાર જણાવ્યા છે. તેમાં મનુષ્યના ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે છે : ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના અને પ૬ અંતરદ્વીપના એમ મળીને ૧૦૧ ભેદ થાય. તેમાં અપર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત મનુષ્યો એવા બે ભેદ થતાં ૨૦૨ ભેદ થાય. તેમાં સંમૂચ્છેિમ મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં કુલ ૩૦૩ થાય. (સંમૂર્છાિમ જીવ અપાર્યપ્ત જ હોય.)
તિર્યંચ ગતિના જીવોના કુલ ૪૮ ભેદ બતાવવામાં આવે છે. એમાં સ્થાવરના રર ભેદ, વિકલેન્દ્રિયના ૬ ભેદ અને તિર્યંચ પંચેન્દ્રિયમાં જલચરના ૪, સ્થળચરના ૧૨ તથા ખેચરના ૪ મળીને ૨૦ ભેદ એમ કુલ ૪૮ ભેદ તિર્યંચના બતાવવામાં આવે છે.
દેવગતિના કુલ ૧૯૮ ભેદ છે. તે આ પ્રમાણે છે : ભુવનપતિના ર૫, વ્યંતરના ર૬, જ્યોતિષ્કના ૧૦ અને વૈમાનિક દેવના ૩૮ એમ બધા મળીને ૯૯ ભેદ થાય. તે દરેકના અપર્યાપ્ત અને પર્યાપ્ત એવા બે ભેદ કરતાં કુલ ૧૯૮ ભેદ થાય.
નારકીના જીવોના ૧૪ ભેદ છે. એમાં સાત નારકીના સાત ભેદ અને તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ ગણીએ તો કુલ ૧૪ ભેદ થાય.
આમ મનુષ્યના ૩૦૩, તિર્યંચના ૪૮, દેવોના ૧૯૮ અને નારકીના ૧૪ એમ બધા મળીને કુલ પ૬૩ પ્રકારના જીવો છે.
આ જીવોની ઈરિયાવહી સૂત્રમાં બતાવ્યા પ્રમાણે દસ પ્રકારે વિરાધના થાય: અભિયા, વરિયા, લેસિયા, સંધાઈયા, સંઘટ્રિઆ, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણ સંકામિયા, જીવિયાઓ વવરોવિયા. આમ પ૬૩ પ્રકારના જીવોની પ્રત્યેકની દસ પ્રકારે વિરાધના ગણાતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org