________________
સાંપ્રત સહચિંતન ભાગ ૧૩
૫૬૩૦ ભેદ થાય. આ વિરાધના રાગથી પણ થાય અને દ્વેષથી પા થાય. એટલે કે ૫૬૩૦ x ૨ = ૧૧૨૬૦ ભેદ થાય. વળી તે મનથી અથવા વચનથી અથવા કાયાથી એમ ત્રણ યોગે થાય એટલે કે ૧૧૨૬૦ x ૩ = ૩૩૭૮૦ ભેદ થાય.
વળી આ વિરાધના ત્રણ કરાથી થાય−કરવું, કરાવવું અને અનુમોદવું. એટલે ૩૩૭૮૦ x ૩ = ૧૦૧૩૪૦ ભેદે થાય. વળી તે ત્રણ કાળની અપેક્ષાએ-ભૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ થાય. એટલે ૧૦૧૩૪૦ x ૩ = ૩૦૪૦૨૦ ભેદે થાય. આટલી બધી વિરાધના માટે જે મિચ્છા મિ દુક્કડં કરવાનું છે તે છની સાક્ષીએ કરવાનું છે, એટલે કે અરિહંત ભગવંતની સાક્ષીએ, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંત, દેવ, ગુરુ અને પોતાના આત્માની સાક્ષીએ ક્ષમા માગવાની છે. આમ ૩૦૪૦૨૦ x ૬ = ૧૮,૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવાની છે. આમ, ઈરિયાવહી સૂત્ર બોલવા દ્વારા સંસારના સર્વ જીવોની ૧૮૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવાની છે.
૨૪
કોઈકને પ્રશ્ન થાય કે આટલું બધું ઝીણું ક૨વાની જરૂર શી ? જરૂર એટલા માટે કે કોઈપણ અપેક્ષાએ કોઈપણ જીવની ક્ષમા માગવાની રહી ન જાય. કોઈપણ અપેક્ષાએ રહી જાય તો એટલી અપૂર્ણતા રહે, ત્રુટિ ગણાય. કાર્ય સંપૂર્ણપણે સફળ ન ગણાય.
કોઈકને પ્રશ્ન થાય કે ઈરિયાવહી સૂત્ર બોલતાં અડધી મિનિટ પણ થતી નથી. ધીમે ધીમે બોલીએ તો બે-ચાર મિનિટ થાય. એટલા અલ્પકાળમાં ૧૮૨૪૧૨૦ ભેદ પૂરા કેવી રીતે થાય ? એકએક ભેદ જુદો ગાતા જઈએ તો દિવસો નીકળી જાય. એનું સમાધાન એ છે કે અહીં સ્થૂળ છૂટક ગણના કરતાં એની સમજ અને એ માટેનો નિર્મળ ભાવ મહત્ત્વનાં છે. અંતર જાગૃત હોય તો આ બધા ભેદો ઉપરનો ઉપયોગ ક્ષાવારમાં ફરી વળે છે. ભેદોનું વિભાજન તો સાચી ઊંડી સમજણ માટે, સૃષ્ટિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org