________________
ઈરિયાવહી (એર્યાપથિકી)
વિશાળતા માટે, અને ક્રિયાની પરિપૂર્ણતા માટે છે.
‘ઈરિયાવહી ’ની વિધિનું મહત્ત્વ જૈન ધર્મમાં એટલું બધું બતાવવામાં આવ્યું છે કે કોઈપણ ધાર્મિક ક્રિયા કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવી જોઈએ. જગતના તમામે તમામ જીવો સાથે કરુણાસભર હૃદયથી ક્ષમાપના અને મૈત્રી કર્યા વિના ધર્મક્રિયા સારી રીતે થઈ ન શકે. એટલા માટે સામાયિક, પ્રતિક્રમણ. ચૈત્યવંદન ઈત્યાદિ કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવાનું ફરમાન છે. દુ:ખ કે કષ્ટના નિવારણ માટે ૧૦૮ વાર ઈરિયાવહી કરવાની ભલામણ છે.
મહાનિશીથસૂત્રમાં કહ્યું છે :
अपडिक्कंताए ईरियावहिआए न कप्पइ चेव काउं किंचि वि चिइवंदण सज्झायज्झाणाइ अ ।
[ઈરિયાવહી (ઈર્યાપથિક પ્રતિક્રમણા) કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, સજ્ઝાય આદિ કંઈ પણ કરવું કલ્પતું નથી.]
દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्धतापत्तेः । (ઈર્યાપથ પ્રતિક્રમણ કર્યા વિના અન્ય કાંઈ પણ કરવું નહિ, કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે.)
૨૫
આમ, ઈરિયાવહીનો મહિમા જૈન ધર્મમાં ઘણો મોટો છે. વિશ્વમાં પર્યાવરણની સમતુલા જાળવવા માટે પણ ઈરિયાવહીની આવશ્યક્તા છે. ઈરિયાવહી જો પૂરા ભાવપૂર્વક કરવામાં આવે તો તે કેવળજ્ઞાન અને મોક્ષગતિ અપાવી શકે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં અઈમુત્તા, ઢઢર, વસ્ખલિ વગેરે મુનિઓએ ઈરિયાવહીની ઉત્તમ આરાધના કર્યાના ઉલ્લેખો સાંપડે છે. વર્તમાનકાળ દુ:ષમ છે અને એવું સંઘયણ બળ રહ્યું નથી, તો પણ જયણાપૂર્વકની જાગૃતિ સાથે આ આરાધનાથી આત્મવિશુદ્ધિના પંથે વધુ આગળ પ્રયાણ તો અવશ્ય થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org