SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સાંપ્રત સહચિંતન - ‘મક્કડા-સંતાણા’ એટલે કરોળિયાનાં જાળાં. ‘સંકમો’ એટલે એના ઉપર સંક્રમણ કર્યું હોય, તે ચાંપીને ઉપર ચાલ્યા હોય અને એ રીતે તે જીવોની જે વિરાધના કરી હોય એટલે કે તેઓને કષ્ટ, દુ:ખ આપ્યું હોય. તે માટે આ પ્રમાણે ક્ષમા માગવામાં આવે છે. Jain Education International ભાગ ૧૩ જૈન ધર્મમાં જીવ દ્રવ્ય વિશે (તથા અન્ય દ્રવ્ય વિશે પણ) જેટલી ઊંડી વિચારણા થઈ છે તેટલી દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. ‘જીવ વિચાર’ નામના ધર્મગ્રંથમાં જીવોનું બહુ સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જ્યાં ચેતનાશક્તિ છે ત્યાં જીવન છે. જે પોતાની મેળે હરીફરી શકે, હાલીચાલી શકે એવા ત્રસ જીવો અને પોતાની મેળે હરીફરી ન શકે તેવા સ્થાવર જીવોના પણ પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચે સ્થાવર જીવો છે અને માણસ, ગાય, ભેંસ, બળદ, પોપટ, ચકલી, ઉંદર, સાપ, વીંછી, ભમરો, કીડી, મંકોડો વગેરે ત્રસ જીવો છે. ત્રસ અને સ્થાવર જીવોમાં જે જીવત્વ છે તે પ્રાણને આધારે છે. જ્યાં પ્રાણ છે ત્યાં જીવ છે અને જ્યાં જીવ છે ત્યાં પ્રાણ છે. આવા દસ પ્રકારના પ્રાણ બતાવવામાં આવે છે. એ દસ તે પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ અથવા યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. પાંચ ઈન્દ્રિય તે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આ ઈન્દ્રિયોને રહેવાનાં સ્થળ અથવા ઠેકાણાં તે અનુક્રમે ચામડી, જીભ, નાક, આંખ અને કાન. ત્રણ બળ અથવા યોગ આ પ્રમાણે છે: જેના વડે આપણે વિચાર કરી શકીએ તે મનોબળ, જેના વડે બોલી શકીએ, અવાજ ઉચ્ચારી શકીએ તે વચનબળ અને જેના વડે ઊઠવું, બેસવું વગેરે કાર્ય કરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy