________________
ઈરિયાવહી (એર્યાપથિકી)
૧૫
તસ્સ મિચ્છામિ દુક્કડ !
આ પ્રાકૃત સૂત્રનો ગુજરાતીમાં શબ્દાર્થ નીચે પ્રમાણો છે : ઈચ્છા પ્રમાણે ભગવદ્ ! આજ્ઞા આપો, હું એયપથિકી પ્રતિક્રમણ કરું ?
ગમનાગમનમાં પ્રાણીને ચાંપતાં (દબાવતાં, કચડતાં), બીજને ચાંપતાં, લીલોતરીને ચાંપતાં, ઝાકળ, કીડીનાં દર, લીલફૂગ, પાણી, કાદવ, કરોળિયાનાં જાળાંને ચાંપતાં-મેં જે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને લાતે માર્યા હોય, ધૂળે ઢાંક્યા હોય, ભોય સાથે ઘસ્યા હોય, અથડાવ્યા-કૂટાવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, ખેદ પમાડ્યો હોય, ઉગ પમાડ્યો હોય, એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય, જીવિતથી છૂટા કર્યા હોય (મારી નાખ્યા હોય) તે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. (તે માટે હું ક્ષમા માગું છું.)
આ સૂત્રમાં આવતા કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ જોઈએ: “પાપાક્કમણો' એટલે પ્રાણો (જીવો)ને ચાંપીને ઉપર ચાલતાં. બીયક્રમો” એટલે બીજ (બિયાં)ને ચાંપતાં.
હરિમક્કમણો' એટલે હરિત અથવા લીલી વનસ્પતિને, લીલોતરીને ચાંપતાં.
ઓસા” એટલે ઓસ અથવા ઝાકળ.
ઉનિંગ' એટલે માટીમાં ગોળ છિદ્ર પાડનાર જીવો, જે ગધેયા તરીકે ઓળખાય છે. ઉરિંગનો બીજો એક અર્થ થાય છે કીડીઓનાં દર.
પાગ” એટલે લીલ, ફૂગ, પચરંગી સાધારણ વનસ્પતિ.
દગમટ્ટીએટલે ઢીલો કાદવ, કીચડ. દગ અને મટ્ટી એમ જુદા જુદા શબ્દ લઈએ તો દગ (દક) એટલે કાચું પાણી અને મટ્ટી એટલે માટી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org