________________
સવ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
૧૧૯
ગાળામાં સૂરત અનેક વાર જવાનું અને એમને મળવાનું થયું. મારા એક વડીલ મિત્ર શ્રી બાબુભાઈ (હીરાચંદ) કેસરીચંદની સાથે જેટલી વાર પ્રવાસે-તીર્થયાત્રાએ નીકળીએ તેટલી વાર અમારો પહેલા મુકામ સૂરતના ગોપીપુરામાં હોય. તેઓ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડના એક મુખ્ય કાર્યકર્તા હતા અને મને એ સંસ્થાના પ્રકાશનોમાં રસ હતો એટલે અમારી વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં અમારી મૈત્રી સધાઈ હતી. સુરતીઓના ખાનપાનના શોખમાં બાબુભાઈને સવારમાં દૂધની તાજી મલાઈ ખાવાનો શોખ પણ ખરો. બાબુભાઈ સાથે સૂરતમાં હોઈએ ત્યારે સવારના ઊઠીને તાપીકિનારે ફરવા જઈએ, પછી મલાઈ ખાવા જઈએ અને પછી એમની સાથે એમના સમવયસ્ક મિત્ર હીરાલાલભાઈને મળવા એમના ઘરે જઈએ. ત્યારથી હીરાલાલભાઈ સાથે મારો પરિચય વધ્યો હતો. આ પરિચય વધુ ગાઢ થયો ૧૯૬૩-૬૪માં, પ્રાકૃત કુવલયમાળા' ગ્રંથના નિમિત્તે. પ.પૂ. આનંદસાગરસૂરિસાગરજી મહારાજના એક શિષ્ય પૂ. શ્રી હેમસાગરસૂરિએ ઉદ્યોતનસૂરિકૃત પ્રાકૃત કુવલયમાળા'નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. મૂળ ગાથાઓ, વાક્યો પ્રમાણે અનુવાદ બરાબર થયો છે કે નહિ તથા ગુજરાતી ભાષા, વાક્યરચના વગેરેની દષ્ટિએ બરાબર છે કે નહિ એ સળંગ તપાસી આપવાનું કામ એમણે મને સોંપ્યું હતું. મુંબઈમાં તેઓ હતા ત્યારે કામ ચાલું કરેલું, પછી તેમનું ચાતુર્માસ સૂરતમાં હતું. એ વખતે ત્યાં ગોપીપુરામાં નેમુભાઈની વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ દરમિયાન હું જતો અને ચારપાંચ દિવસ રોકાતો. આ ગ્રંથની પ્રસ્તાવના લખી આપવાનું મહારાજશ્રીએ હીરાલાલભાઈને સોંપેલું, એટલે હું જ્યારે જ્યારે સૂરત જાઉં ત્યારે ત્યારે હીરાલાલભાઈને રોજેરોજ મળવાનું થતું. આ ગ્રંથના નિમિત્તે અને સમાન રસને લીધે અમારો પરસ્પર પરિચય ઘણો ગાઢ થયો હતો. તેઓ ત્યારે ગોપીપુરામાં કાયસ્થ મહોલ્લામાં રહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org