SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ તેઓ તેમાં પ્રથમ નંબરે પાસ થયા હતા. ત્યાર પછી મહારાજશ્રીએ પાલી નગરમાં પંડિત બેચરદાસ દોશી પાસે ભગવતીસૂત્ર વગેરે આગમગ્રંથોનો ટીકા સાથે અભ્યાસ કર્યો હતો. એવામાં કોઈ જર્મન લેખકના જૈન આગમો વિશેના લેખનો હિંદી અનુવાદ એમના વાંચવામાં આવ્યો. એમને થયું કે જો વિદેશીઓ આપણા આગમગ્રંથોમાં આટલો બધો રસ લેતા હોય તો આપણે કેમ ન લેવો ? ત્યારથી એમની આગમપ્રીતિ એકદમ વધી ગઈ હતી. ૨૮ વર્ષની ઉંમરથી તે ૮૮ વર્ષની ઉંમર સુધી તેમણે આગમગ્રંથોના સ્વાધ્યાય અને સંપાદનનું કાર્ય કર્યા કર્યું છે. ત્રીસ વર્ષની ઉંમરે હરપાડા નગરમાં એમણે આગમઅનુયોગનું કાર્ય ઉપાડવું જે જીવનભર ચાલ્યું. જરા પણ સમય મળે કે તરત તેઓ કોઇક આગમગ્રંથ લઇને વાંચવા બેસી જતા. કોઇ વાર તો દસ પંદર માઇલના વિહાર પછી પણ તરત આગમોનો સ્વાધ્યાય કરવા તેઓ બેસી જતા, નાદુરસ્ત તબિયત હોય તો પણ હાથમાં ગ્રંથ તો હોય જ. તેઓ ગમે તેટલા થાકેલા હોય તો પણ દિવસે કદી સૂતા નહિ કે દીવાલને અઢેલીને બેસતા નહિ. દીક્ષા પછી ગુરુ મહારાજ શ્રી પ્રતાપચંદજી મહારાજ સાથે તેઓ એ પ્રદેશમાં વિહાર કરતા રહ્યા. દરમિયાન શ્રી પ્રતાપચંદજી મહારાજને મદનગંજના ચાતુર્માસમાં કમળાનો રોગ થયો. વિલાયતી દવા લેવાની એમણે ના પાડી. રોગ વધી ગયો અને છેવટે તેઓ કાળધર્મ પામ્યા. હવે શ્રી ફતેહચંદજી મહારાજ અને કહૈયાલાલજી મહારાજ એમ બે રહ્યા. ત્યારપછી થોડા વખતમાં શ્રી ફતેહચંદજી મહારાજને પથરીનો રોગ થયો. અજમેરમાં ઓપરેશન કરાવવું પડયું. ત્યાર પછી પ્રોસ્ટેટની તકલીફ થઈ. ફરી ઓપરેશન કરાવવું પડ્યું. શરીર નબળું પડી ગયું. એથી એમણે હરમાડા નામના નાના ક્ષેત્રમાં સ્થિરવાસ કરી લીધો. એટલે શ્રી કહૈયાલાલજી મહારાજને પણ ત્યાં જ રહેવું પડયું. એથી સ્વાધ્યાયની Jain Education International ૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy