________________
સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ મહારાજ શાહપુરા નામના ગામે પધાર્યા. ત્યાં કિશોર કન્ડેયાલાલ માટે બીજા એક પંડિત શ્રી હરીશચંદ્રજીને રાખવામાં આવ્યા. મહારાજશ્રીએ પાંચ વર્ષ શાહપુરામાં રહીને વ્યાકરણ વગેરેનો સારો અભ્યાસ કરી લીધો. પંડિતજીને ત્યારે મહિને ચાર રૂપિયાનો પગાર અપાતો હતો અને સંઘ એની વ્યવસ્થા કરતો હતો. શાહપુરામાં ત્યારે શ્રાવકોનાં સવાસો ઘર હતાં. એ દિવસોમાં શાહપુરા રામસ્નેહી સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. વળી ત્યાં આર્યસમાજીઓનાં ઘણાં ઘર હતાં. રામનેહી સંપ્રદાયના અને આર્યસમાજના સાધુસંન્યાસીઓ શાહપુરામાં આવતા અને પ્રવચન આપતા. કિશોર કહેયાલાલને ત્યાં જવા આવવાની છૂટ હતી. ગુરુ મહારાજ શ્રી પ્રતાપચંદજી તથા એમના ગુરુબંધુ શ્રી ફતેહચંદજી ઉદાર મનના હતા. બ્રાહ્મણ કુળના કિશોર કહેયાલાલનું મન ફરી જાય એવી ધાસ્તી તેઓને નહોતી. વસ્તુત: ફતેહચંદજી મહારાજ પોતે પણ બ્રાહ્મણ કુળના હતા. એટલે તેઓ જ તેમને બધે જવા માટે ભલામણ કરતા અને શિખામણ આપતા કે બધાનું સાંભળવું અને સમજવા પ્રયાસ કરવો.
કિશોર કહેયાલાલે આ રીતે બધું મળીને અગિયાર વર્ષ અભ્યાસ કર્યો. ત્યાર પછી અઢાર વર્ષની વયે એમને વિ. સં. ૧૯૮૮માં વૈશાખ સુદ ૬ના રોજ સાંડેરાવ નગરમાં શ્રી ફતેહચંદજી મહારાજના હસ્તે દીક્ષા આપવામાં આવી હતી. એ વખતે મરુધર કેશરીજી મહારાજ, છગનલાલજી મહારાજ, ચાંદમલજી મહારાજ, શાર્દૂલસિહજી મહારાજ વગેરે મોટા મોટા સંતો ઉપસ્થિત રહ્યા હતા.
દીક્ષાને દિવસે એક ચિંતાજનક ઘટના બની હતી. સાંડેરાવ ગામમાં દીક્ષાનો વરઘોડો નીકળ્યો હતો. હજારો માણસ એમાં જોડાયા હતા. કહૈયાલાલજીને શણગારીને એક ઘોડા પર બેસાડવામાં આવ્યા હતા. વરઘોડાને અંતે દીક્ષાની વિધિ હતી. હવે બન્યું એવું કે જે સ્વયંસેવકો લોકોને આગળ આવતા અટકાવવા માટે હાથમાં લાંબું દોરડું રાખતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org