SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઈરિયાવહી (ઐર્યાપથિકી) અનુસરવાનો યત્ન કરશે ? જગતના જીવ માત્ર સાથે મૈત્રી અને કરુણાની ભાવના વગર એવા જીવોની હિંસાથી વિરમવાની વાત ગમશે નહિ. જ્યાં પંચેન્દ્રિય જીવોની જ આટલી બધી હિંસા વિશ્વમાં વધી રહી છે ત્યાં એકેન્દ્રિય અને તેમાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની ક્યાં વાત કરો છો ?-એમ કહી કોઈક હાંસી પણ ઉડાવી શકે. પરંતુ જેઓનો આત્મતત્ત્વની વિચારણામાં રસ જાગ્યો છે, જેઓને આત્મતત્ત્વની ઝાંખી થઈ છે, જેઓને સર્વ જીવોમાં શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં દર્શન થાય છે એવી વ્યક્તિઓ પોતાના આચારમાંથી ખસશે નહિ. | વિશ્વમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનો પ્રતિસમય જે રીતે સંહાર થયા કરે છે તે જોતાં એમ અવશ્ય કહી શકાય કે સૂક્ષ્મ જીવોની હિંસા વિના મનુષ્યનું અસ્તિત્વ ક્ષણવાર પણ ટકી ન શકે. હાલતાચાલતાં, હાથપગ હલાવતાં, અરે, આંખનું મટકું મારતાં પણ અસંખ્યાત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિનાશ પામે છે. વર્તમાન સમયમાં ઝડપી વાહનવ્યવહારને લીધે એનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. એક વિમાનપ્રવાસમાં કેટલા બધા વાયુકાયના જીવોની હિંસા થાય છે ? એ જીવોનો વિનાશ કરવાનો આશય ન હોય તો પણ વિનાશ થાય છે એ હકીકત છે. ક્ષણ માત્રમાં પોતાને કારણે મૃત્યુ પામેલા આવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો ધારો કે મનુષ્ય જેટલો આકાર ધારણ કરીને આપણી સમક્ષ જો ઊભા રહે તો એ સંખ્યા જોઈને આપણે દિમૂઢ થઈ જઈએ. જો માણસ સમજદાર હોય તો કરુણાથી એનું હૈયું ભરાઈ આવે. એટલા માટે જ પોતાની અવરજવરને કારણો જાણતાં અજાણતાં થતી જીવોની હિંસા-વિરાધના માટે તત્કાલ ક્ષમા માગી લઈને વિશુદ્ધ થવાની જેનોમાં એક વિધિ છે. પ્રાચીન કાળથી અદ્યાપિ પર્યત પ્રચલિત રહેલી આ વિધિ તે “ઈરિયાવહી' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy